ગુજરાતમાં ફરી એક વખત કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે મંગળવાર 14 માર્ચના રોજ કોવિડ 19ના નવા 58 કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલ કુલ 268 એક્ટિવ કેસ છે જ્યારે વેન્ટીલેટર પર 05 અને 263 દર્દીઓની હાલત સ્ટેબલ છે. જ્યારે આ કોરોના વાયરસ અત્યાર સુધીમાં રાજ્યના કુલ 11,047 લોકોને ભરખી ચૂક્યો છે.
વિવિધ જિલ્લામાં કેટલા કેસ?
રાજ્યના આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, નવા નોંધાયેલા કેસમાં સૌથી વધુ અમદાવાદમાં 30 કેસ નોંધાયા છે. જે પૈકી 18 કેસ શહેરી વિસ્તાર, તો એક પોઝિટિવ કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયો છે. તે ઉપરાંત ભાવનગર કોર્પોરેશન 4, રાજકોટ કોર્પોરેશન 4, વડોદરા કોર્પોરેશન 4, સુરત કોર્પોરેશન 2, ગાંધીનગર કોર્પોરેશન 1, રાજકોટ 4, અમરેલી 3, મહેસાણા 2, સુરત 3, અમદાવાદ 1, રાજકોટ શહેરમાં 2 તેમજ ગાંધીનગર જિલ્લામાં 2 કેસ નોંધાયા છે. જ્યારે કચ્છમાં 3, પોરબંદરમાં 2 તેમજ બોટાદ, ગીર સોમનાથ, રાજકોટ ગ્રામ્ય, મહેસાણા, સાબરકાંઠા જિલ્લામાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 12,66,759 લોકો કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.