ચીનમાં કોરોના સંક્રમણે કહેર મચાવ્યો છે, ભારતમાં પણ કોરોના સંક્રમણ વધ્યું છે. દેશમાં ચીનથી આવેલો Corona BF.7 Variantના કેસ નોંધાયા છે. આ જ કારણે દેશમાં કોરોના સંક્રમણ વધવાની આશંકા છે. હવે દેશમાં કોરોના રસી લીધી હોય તેમણે પણ બુસ્ટર ડોઝ લેવા જોઈએ તેની નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે.
બુસ્ટર ડોઝ શા માટે?
દુનિયાભરના નિષ્ણાતોના લોકોને કોરોનાનો બુસ્ટર ડોઝ લેવાની હિમાયત કરી રહ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે જો કોઈ વ્યક્તી BF.7 Variantથી સંક્રમિત માણસના સંપર્કમાં આવી જાય તો પણ બુસ્ટર ડોઝ લીધેલી વ્યક્તિ સંક્રમિત થતાં બચી જશે. જો કે ભારતમાં હાલ માત્ર 27થી 28 ટકા લોકોએ જ બુસ્ટર ડોઝ લીધો છે.
દેશના 5 રાજ્યોમાં સંક્રમણ વધ્યું
ભારતમાં ચીનથી આવેલા BF.7 Variantથી કોરોના સંક્રમણ વધ્યું છે. આ ખતરનાક વેરિયેન્ટથી સંક્રમિત દર્દીઓ કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગાણા અને તમિલનાડુંમાં સૌથી વધુ છે. ચીનનો પ્રવાસ કે સંક્રમિત લોકોના સંપર્કમાં આવવાથી આ લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે.
આ દેશોમાં ચિંતા વધી
ચીન ઉપરાંત વિશ્વના અન્ય દેશો જેવા કે જાપાન, અમેરિકા, કોરિયા અને બ્રાઝીલમાં કોવિડ કેસ વધ્યા છે. બ્રિટેન, બેલ્જિયમ, જર્મની, ફ્રાંસ અને ડેનમાર્ક જેવા યુરોપના દેશોમાં પણ કેટલાક દર્દીઓ મળ્યા છે. આ જ કારણે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એલર્ટ આપી છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે પણ તમામ રાજ્ય સરકારોને પત્ર લખી જિનોમ સિક્વેન્સિંગ પર ભાર આપવાનો અનુરોધ કર્યો છે.