જાન્યુઆરીમાં કોરોનાના કેસ વધશે, દેશ માટે આગામી 40 દિવસ ખુબ જ મહત્વના


  • Published By :
  • Published Date : 2022-12-28 19:44:34

ચીનમાં વધેલા કોરોના સંક્રમણે દુનિયાભરના દેશોની ચિંતા વધારી છે. ભારત પર પણ કોરોનાનો ખતરો તોળાઈ રહ્યો છે. તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે ભારતમાં કોવિડના કેસ જાન્યુઆરી મહિનામાં વધશે. આ સ્થિતીમાં આગામી 40 દિવસ દેશ માટે ખુબ જ મહત્વના મનાઈ રહ્યા છે. સત્તાવાર સુત્રોએ રોગચાળો ફેલાવાની ઝડપ અંગેના ભૂતકાળના અનુભવથી આ અનુમાન લગાવવામાં આવ્યું છે.


જાન્યુઆરી મહિનામાં કેસ વધશે


આરોગ્ય મંત્રાલયના સુત્રોના જણાવ્યા પ્રમાણે પહેલા પણ આવું થયું હતું  કે પૂર્વ એશિયાના દેશો કોરોનાની ઝપેટમાં આવ્યા પછી ભારતમાં 30-35 દિવસમાં જ કોરોનાની પહેલી લહેર આવી હતી. જો કે એવું પણ કહેવાય છે કે સંક્રમણની ગંભીરતા ઓછી થઈ છે. જો  દેશમાં કોરોનાની લહેર આવે છે તો તેનાથી થનારાના મોત અને સંક્રમિતોની સંખ્યા ખુબ જ ઓછી રહેશે.  


બીએફ.7થી સંક્રમણમાં વૃધ્ધી


ચીન ઉપરાંત જાપાન, થાઈલેન્ડ, અમેરિકા સહિતના દેશમાં ઓમિક્રોનના સબ વેરિયેન્ટ બીએફ. 7 થી સંક્રમણ વધ્યું છે. સત્તાવાર સુત્રોના જણાવ્યા પ્રમાણે બીએફ.7 ના ફેલાવાનો દર ખુબ જ વધુ હોય છે અને એક સંક્રમિત વ્યક્તિ 16 જણાને સંક્રમિત કરી શકે છે. ભારતમાં ધીરે-ધીરે સંક્રમણ વધી રહ્યું છે.


સીરમ ઇન્સ્ટિટ્યૂટની વિના મૂલ્યે ડોઝ આપવાની ઓફર


કોરોના વેક્સિન કોવિશિલ્ડ બનાવનાર દેશની કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટે આરોગ્ય મંત્રાલયને પત્ર લખીને 410 કરોડ રૂપિયાના ડોઝ વિના મૂલ્યે આપવાની ઓફર કરી છે. જાણવા મળ્યું છે કે કંપનીએ મંત્રાલય પાસેથી એ જાણવાની માંગ કરી છે કે અમારે 2 કરોડ ડોઝની ડિલિવરી કેવી રીતે આપવી. સિરમે રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ માટે સરકારને અત્યાર સુધીમાં કોવિશિલ્ડના 170 કરોડથી વધુ ડોઝ પૂરા પાડ્યા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.