ઓડિશા ટ્રેન દુર્ઘટનાની તપાસ CBIને સોંપવામાં આવ્યા બાદ CBIએ આજે 6 જૂનનાં રોજ CBIએ પહેલી FIR નોંધી છે. CBI અધિકારીએ જણાવ્યું કે એક ટીમે બાલાસોર પહોંચીને ઘટના સ્થળનું નિરિક્ષણ કર્યું હતું. તેમણે કહ્યું કે CBIએ રેલ મંત્રાલયની વિનંતી, ઓડિશા સરકારની સહમતિ અને કેન્દ્ર સરકારનાં આદેશોનાં આધારે કોરોમંડલ એક્સપ્રેસ, યશવંતપુર-હાવડા એક્સપ્રેસ અને એક માલગાડી સંબંધિત ટ્રેન દુર્ઘટનાનાં મામલામાં કેસ નોંધ્યો છે.
CBIની ટીમે ઘટના સ્થળનું કર્યું નિરિક્ષણ
CBIની ટીમે મંગળવારે સિગ્નલ રૂમ અને રેલ પટરીઓનું નિરીક્ષણ કર્યું. સાથે જ બાહાનગા બજાર રેલ્વે સ્ટેશન પર તૈનાત રેલ્વે અધિકારી સાથે પૂછપરછ પણ કરી. CBI અધિકારીઓની સાથે ફોરેંસિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ફોરેંસિક ટીમે પણ સિગ્નલ રૂમનાં કર્મચારીઓ સાથે વાતચીત કરી અને ઉપકરણોનાં ઉપયોગ અને તેમનાં કામ કરવાની રીત અંગે માહિતી મેળવી.#WATCH ओडिशा के बालासोर में दुर्घटना स्थल पर सीबीआई की 10 सदस्यीय टीम जांच के लिए पहुंची। pic.twitter.com/tRkB5ZNy7R
— ANI_HindiNews (@AHindinews) June 6, 2023
ઓડિશાના બાલાસોર નજીક સર્જાઈ હતી દુર્ઘટના
અત્રે ઉલ્લેખનિય છે કે હાવડાથી ચેન્નઈ તરફ જતી કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન શુક્રવારે સાંજે એક મોટા અકસ્માતનો શિકાર બની હતી. મળતી માહિતી મુજબ આ ટ્રેન ઓડિશાના બાલાસોરથી લગભગ 40 કિલોમીટર દૂર એક માલગાડી સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 278 લોકોના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા છે.