મતદારોને સુવિધા: 75 વર્ષ બાદ મતદાન મથક મળશે,તો કોઈ જગ્યાએ એક જ વ્યક્તિ માટે મતદાન મથક


  • Published By :
  • Published Date : 2022-11-09 18:54:21

તમને જાણીને નવાઈ લાગશે ગુજરાતનાં એવા પણ ગામ છે જ્યાં વર્ષોથી મતદાન મથકો ઊભા કરવામાં નહોતા આવતા. મતદાન મથક ન હોવાના કારણે લોકોને કેટલાય કિલોમીટર દૂર ચાલીને મત આપવા જવું પડતું હતું. તો પછી ઘણી વાર મતદાન મથક ના હોવાના કારણે ઘણા લોકો મત પણ આપવા નહીં જતાં હોય 

રિંગાપાદર ગામમાં 75 વર્ષ બાદ મતદાન મથક ઊભું થસે 

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા વિસ્તારનું રિંગાપાદર ગામ જે 75 વર્ષ બાદ પ્રથમવાર તેને મતદાન મથક મળ્યું છે.  આમ તો નર્મદા જિલ્લો આદિવાસી જિલ્લો છે નર્મદા જિલ્લાની બન્ને બેઠકો આદિવાસી અનામત બેઠક છે જંગલ વિસ્તારમાં આવેલું આ ગામ ડુંગરોની તળેટીમાં આવેલું છે. આ ગામમાં 131 જેટલા મતદારો છે આ મતદારોમાં 68 પુરુષો અને 63 મહિલા મતદારો છે.રાજ્ય ચુંટણી પંચ દ્વારા આ વખતે વિધાનસભાની ચુંટણી માટે અલગ અલગ મતદાન મથક આપવામાં આવ્યા છે રિંગાપાદર ગામની પ્રાથમિક શાળામાં મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે પહેલા આ ગામના લોકોને મતદાન કરવા 7 કિલોમીટર દૂર જંગલ વાળા રસ્તા પરથી જવું પડતું હતું.


ગીરસોમનાથમાં 1 વ્યક્તિ માટે મતદાન મથક ઊભું થશે 

ગીર અભયારણ્યના ઊંડા જંગલોમાં બાણેજ વિસ્તારમાં એક એકલા વ્યક્તિ- મહંત હરિદાસજી ઉદાસીન રહે છે, જેઓ બાણેજ વિસ્તારમાં આવેલા ભગવાન શિવના મંદિરના પૂજારી છે. આ એકલા મતદાર માટે ૨૦૦૭ થી દરેક ચૂંટણી દરમિયાન એક ખાસ મતદાન મથકની સ્થાપના કરવામાં આવે છે, જે ભારતના ચૂંટણી પંચની "કોઈ મતદાર બાકી ન રહી જાય" ની ભાવનાને ચરિતાર્થ કરે છે. 


આલિયાબેટના મતદારોને 82 કિલોમીટર દૂર જવા મજબૂર હતા 

આલિયાબેટ એ ભાડભુત બેરેજનું એક અલગ સ્થળ છે, જે વહીવટી રીતે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા હેઠળ આવે છે. જેમાં 116 પુરૂષ અને 101 સ્ત્રી મળી કુલ 217 મતદારો છે. અહીંના મતદારોને મતદાન મથક સુધી પહોંચવા માટે અંદાજે 82 કિલોમીટરનો પ્રવાસ કરવો પડ્યો હતો.આ વખતે 2022 વિધાનસભા ચુંટણીમાં મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવશે "કોઈ મતદાર બાકી રહે નહી તેવા પ્રયાસો ચુંટણી પંચ દ્વારા હાથ ધરાયા છે 


ઉલ્લેખનીય છે કે જુનાગઢના ઊડા જંગલ વિસ્તારમાં અને "નેસ" વિસ્તારમાં સંદેશાવ્યવહારનો એકમાત્ર રસ્તો વાયરલેસ સેટ છે ત્યાં પણ મતદાન માટે વ્યવસ્થા કરવામાં આવી છે.




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?