પઠાણ ફિલ્મનું સોન્ગ બેશરમ રંગ જ્યારથી રિલીઝ થયું છે ત્યારથી તે વિવાદમાં રહ્યું છે. સોન્ગમાં દિપીકાએ પહેરેલા ભગવા કલરને લઈ વિવાદ છેડાઈ ગયો હતો. સોશિયલ મીડિયા પર પણ આ વાતનો વિરોધ થયો હતો. આ વાતનો વિવાદ એટલી હદે વધી ગયો કે સેંસર બોર્ડે ફિલ્મમાં આવતા અનેક દ્રશ્યોને હટાવવાની અપીલ કરી છે. ઉપરાંત સેન્સર બોર્ડે મેકર્સને ફિલ્મ રિલીઝ થાય તે પહેલા એક કોપી જમા કરાવાની કહી છે.
ફિલ્મમાં ફેરફાર કરવા સેન્સર બોર્ડનો આદેશ
બેશરમ રંગ સોન્ગમાં દિપીકા પાદુકોણનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો હતો. પઠાણ ફિલ્મનું આ પહેલુ સોન્ગ રિલીઝ થયું ત્યારથી કોઈને કોઈ વિવાદનો સામનો કરવો પડી રહ્યો છે. બેશરમ સોન્ગમાં ભગવા રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેને કારણે સોન્ગનો વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ સેન્સર બોર્ડ સુધી પહોંચ્યો છે. સેન્સર બોર્ડે મેકર્સને આ ફિલ્મમાં ફેરફાર કરવા માટે સૂચના આપી છે.
અનેક જગ્યાઓ પર કરવામાં આવ્યો હતો વિરોધ
પઠાણ ફિલ્મનો વિરોધ અને જગ્યાઓ પર કરવામાં આવ્યો છે. અનેક સંતોએ આ ફિલ્મનો વિરોધ કરતા કહ્યું કે આમાં હિંદુઓની લાગણી દુભાઈ છે. જેને કારણે વિવાદ ફરી શરૂ થયો હતો. અનેક સ્થળો પર પોસ્ટરો પણ બાળી નાખવામાં આવ્યા હતા. અનેક જગ્યાઓ પર ફિલ્મને ન રિલીઝ કરવાની ધમકી પણ આપવામાં આવી હતી. ત્યારે હવે ફિલ્મના મેકર્સને ફેરફાર કરવા પડશે અને ફેરફાર કરાયેલી ફિલ્મને સબમિટ કરાવી પડશે.