શિવસેના (ઉદ્ધવ)ના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉત સામે ફરિયાદ નોંધાઈ છે. શિવસેનામા મુખપત્ર 'સામના'માં પીએમ મોદી વિરૂધ્ધ કથિત એક વાંધાજનક આર્ટિકલ લખવા મામલે રાઉત સામે એફઆઈઆર થઈ છે. ભાજપના નેતાએ યવતમાલમાં સંજય રાઉત સામે FIR નોંધાવી હતી.
સંજય રાઉતે લખ્યું વાંધાજનક લખાણ
બિજેપી નેતા નિતિન ભુટાડાએ યવતમાલમાં સંજય રાઉત સામે ફરિયાદ નોંધાનતા કહ્યું કે રાઉતે 11 ડિસેમ્બરના રોજ સામનામાં પીએમ મોદી વિરૂધ્ધ વાંધાજનક આર્ટિકલ લખ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે નિતિન ભુટાડાએ સામનાના કાર્યકારી સંપાદક સામે ફરિયાદ નોંધાઈ છે. હવે આ મામલે કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે.
આર્ટીકલમાં શું લખ્યું છે?
પોલીસના જણાવ્યા પ્રમાણે આ આર્ટિકલમાં બે સમુદાયો વિરૂધ્ધ દુશ્મની વધે તે પ્રકારનું લખાણ છે. આ મામલે ઉમરખેડ પોલીસ સ્ટેશનમાં સંજય રાઉત સામે કલમ 153 (A), 505 (2) અને 124 (A) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.