સાળંગપુર હનુમાનજીની પ્રતિમાને લઈ વધ્યો વિવાદ, હનુમાનજીને દાસ બતાવતી પ્રતિમાનો સંતો અને કથાકારોએ કર્યો વિરોધ, મોરારી બાપુએ કહ્યું...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-31 11:01:06

સોશિયલ મીડિયા પર છેલ્લા અનેક દિવસોથી સાળંગપુર મંદિરને લઈ વિવાદ છેડાયો છે. એવા ફોટા વાયરલ થઈ રહ્યા છે જેમાં હનુમાનજી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની સેવા કરતા હોય, પ્રણામ કરતા હોય એવી મુદ્રાઓમાં દેખાઈ રહ્યા છે. હનુમાનજીની પ્રતિમાની નીચે આવી મૂર્તિઓ પ્રસ્થાપિત કરવામાં આવી હતી. આ ચિત્રોમાં નીલકંઠવર્ણી (સહજાનંદ સ્વામીનું કિશોરાવસ્થાનું નામ) સમક્ષ હનુમાનજી નમસ્કાર કરતી મુદ્રામાં દેખાઇ રહ્યાં છે. સંતોનું કહેવું છે કે આ હનુમાનજીનું અપમાન છે અને સ્વામીનારાયણ સંતોને હનુમાનજી કરતાં મહાન દેખાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેનો વિરોધ થઈ રહ્યો છે.  


સમાજે હવે જાગૃત થવાની જરૂર છે - મોરારી બાપુ 

ત્યારે આ વિવાદ વકરી રહ્યો છે. વિવાદને લઈ અનેક સંતો,મહંતોએ પ્રતિક્રિયાઓ આપી છે. પ્રખ્યાત કથાકાર મોરારી બાપુએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે આજકાલ દુનિયામાં પોતાની શ્રેષ્ઠતા સિદ્ધ કરવા માટે લોકો કેવા કેવા કપટ કરી રહ્યા છે. અમારા સૌરાષ્ટ્રમાં હનુમાનજીની એટલી સરસ મૂર્તિ મોટી મૂર્તિ છે. અને તેની નીચે ચિત્રમાં હનુમાનજી તેમનાં કોઈ મહાપુરુષને પ્રણામ કરતા ,સેવા કરતા દેખાય છે. ત્યારે હવે વિચારો. સમાજે જાગૃત થવાની ખૂબ જ જરૂર છે.  લોકો કહે છે બાપુ તમે બોલો. હું બોલ્યો ત્યારે મારી સાથે કોઈ પણ બોલ્યું ન હતું. હવે તમે બોલો. તે સિવાય મોગલધામના મણિધર બાપુએ પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે  હનુમાનજીને ચરણ સ્પર્શ કરતા દેખાડીને સ્વામીનારાયણ સંપ્રદાયે મોટી ભૂલ કરી છે. તેમને પોતાની ભૂલ સ્વીકારવા સાથે માફી માંગવાની ચેતવણી આપી છે. મણિધર બાપુએ પોતાના નિવેદનમાં એવું પણ કહ્યું છે કે, આ તેમની મસમોટી ભૂલ છે.        

સ્વામીનારાયણ સંપ્રદાય ફરી આવ્યો વિવાદમાં 

વિગતવાર વાત કરીએ તો, બોટાદના બરવાળા તાલુકાના સાળંગપુર ગામમાં કષ્ટભંજન દેવ હનુમાન મંદિર છે. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદી હેઠળ આવે છે. પણ સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદી હેઠળનું આ મંદિર હવે ફરીવાર ચર્ચામાં છે. અગાઉ ચર્ચામાં એટલા માટે આવ્યું કારણ કે મંદિરનું નામ કિંગ ઓફ સાળંગપુર રાખવામાં આવ્યું હતું. ગુજરાતીમાં આ હોદ્દાનો અર્થ થાય છે સાળંગપુરનો રાજા, પણ લોકોએ આ નામની ટીકા કરતા કહ્યું હતુ કે આમ તો તમે સંસ્કૃતિની વાતો કરો છો પણ તમે ખુદ જ ભગવાનના મંદિરનું નામ પશ્ચિમી સંસ્કૃતિની ભાષાથી પ્રભાવિત થઈને આપી રહ્યા છો. પણ આ વખતે ખાલી ટીકા નથી પણ વિવાદ થઈ રહ્યો છે. 


ફેસબુક પોસ્ટને કારણે આ તસવીરો વાયરલ થઈ અને લોકોના ધ્યાનમાં આવી  

વાત એમ છે કે હનુમાનજીની વિશાળ પ્રતિમા નીચે જે પાયા પર પ્રતિમા ઉભી છે ત્યાં કેટલાક પ્રતિકો કોતરેલા છે. જેમાં હનુમાનજી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની સેવા કરતા હોય, પ્રણામ કરતા હોય એવી મુદ્રાઓમાં દેખાઈ રહ્યા છે. અપ્પુરાજ રામાનંદી નામના એકાઉન્ટ પરથી ફેસબુક પર પોસ્ટ કરતાં લખાયુ કે...."હું હમણા સાળંગપુર ગયો એ મારો છેલ્લો ધક્કો અને મારી મોટી ભૂલ. મેં પછી મીડિયા મારફતે જોયું કે આ તો આપણા હનુમાનજીનું ઘોર અપમાન છે અને આપણા પરમ રામભક્ત હનુમાનજી મહારાજ કોઈ દિવસ સાળંગપુરમાં હોય જ નહીં. જ્યાં આપણા ઈષ્ટનું એટલે કે હનુમાનજી મહારાજનું અપમાન થતું હોય તો આજથી સાળંગપુર જવાનું બંધ."


જમાવટની ટીમે મંદિરના વહીવટદારોનો સંપર્ક કરવાનો કર્યો હતો પ્રયત્ન 

જ્યાં સુધી આ ખોટો ફોટો કાઢવામાં નહીં આવે અરે ગોપાળંદ, સહજાનંદ કે નીલકંઠે હનુમાનજીના પગે પડે એની પગ ચંપી કરે હનુમાનજી અમારો બાપ ખુદ શંકર સ્વયં છે. એ કોઈ દિવસ કોઈને ના નમે. તમારી હલકી માનસિકતા સુધારો. છતાં પણ જો તમે સાળંગપુર જાવ છો તો તમે હનુમાનજીનું અપમાન કરો છો એવું સમજી લેજો. "આ વાત જેમણે કરી હતી તેમનો સંપર્ક જમાવટની ટીમે કર્યો હતો. જ્યારે આ મામલે બીજો પક્ષ જાણવા માટે તે વખતે સાળંગપુર હનુમાનજી મંદિરના પદાધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો. 



શું લખાયું છે સાળંગપુર હનુમાનજી મંદિરના ફેસબુક પેજ પર? 

પણ લોકો અહીં એવા આક્ષેપ કરી રહ્યા છે કે હનુમાનજીનું અપમાન સંપ્રદાય દ્વારા કેમ કરવામાં આવી રહ્યું છે. 17 સપ્ટેમ્બર 2016ની એક ફેસબુક પોસ્ટમાં સાળંગપુર હનુમાનજીના મંદિરના પેજમાં એવું લખવામાં આવ્યું છે કે હનુમાનજી સતયુગમાં પણ હતા ત્રેતામાં પણ હતા દ્વાપરમાં પણ હતા અને કળિયુગમાં પણ છે કારણ કે તે અમર છે. તો હિન્દુ ધર્મ અનુસાર લાખો વર્ષોથી હનુમાનજી છે. જ્યારે સ્વામીનારાયમ સંપ્રદાય તો કળિયુગમાં આવ્યો છે. આ મામલે હવે વિવાદ સર્જાયો છે કારણ કે લોકો કહી રહ્યા છે કે હનુમાનજીના આવા ફોટોથી તેમની લાગણી દુભાઈ છે. મહત્વનું છે કે વિવાદ વધતા અનેક સંતોની પ્રતિક્રિયા સામે આવી છે, જે આ વાતનો વિરોધ કરી રહ્યા છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?