સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવા મામલે છેડાયો વિવાદ, મામલો ઉગ્ર બનતા પાટણનું આ ગામ ફેરવાયું પોલીસ છાવણીમાં! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-18 09:42:40

ભારત દેશને વિવિધતામાં એકતા ધરાવતો દેશ કહેવામાં આવે છે. દેશમાં અનેક ધર્મના, અનેક સંપ્રદાયના લોકો રહે છે. પરંતુ ઘણી વખત એવા બનાવો સામે આવતા હોય છે જેમાં ધાર્મિક લાગણી દુભાઈ જવાને કારણે જૂથ વચ્ચે હિંસા થતી હોય છે અને પરિણામે તે ઘટના હિંસામાં પ્રવર્તિ ઉઠતી હોય છે. પાટણમાં સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલી પોસ્ટને કારણે બે જૂથ વચ્ચે પરિસ્થિતિ વણસી અને વાત મારા મારી સુધી આવી પહોોંચી.   


35 લોકોનું ટોળું હુમલો કરવા માટે આવ્યું!

સમગ્ર ઘટનાની વાત કરીએ તો 16 જુલાઈના રાત્રે સાડા નવ વાગ્યે મિતેશ સુરેશભાઈ પટેલ નામના 27 વર્ષના ખેડૂત પોતાના પાંચ-છ મિત્રો સાથે પાટણના બાલીસણામાં ભવાની માતાના મંદિર બાજુ જઈ રહ્યા હતા. અચાનક સામે જુએ છે તો તેમના પગ ધ્રુજવા લાગે છે કારણ કે સામે મસ્જિદ બાજુથી 35 લોકોનું ટોળું હથિયારો સાથે તેમની બાજુ આવી રહ્યું હતું. કારણ કે ધાર્મિક લાગણી દુભાઈ હતી.


સોશિયલ મીડિયા પર ધાર્મિક પોસ્ટ મૂકવાને લઈ છેડાયો વિવાદ!

હોસ્પિટલમાં લોહી લુહાણ પડેલા મિતેશ સુરેશભાઈ પટેલે પોલીસને ફરિયાદ નોંધાવી કે થોડા દિવસ પહેલા તેમણે સોશિયલ મીડિયા પર ધાર્મિક પોસ્ટ મૂકી હતી જેના કારણે તેની અત્યારે આ હાલત છે. તેમને જાનથી મારી નાખવા માટે ટોળાએ ધારિયા, તલવાર, લોખંડના પાઈપ સહિતના હથિયારો લઈને આવ્યા હતા. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે માર મારનારા લોકોએ માર મારતા દરમિયાન એવું કહ્યું હતું કે માથામાં મારો માથામાં એટલે બચી ન શકે. પછી કોઈને માથામાં તો કોઈને બરડામાં તો કોઈના પગમાં એવી રીતે માર માર્યો કે કોઈ ચાલી ન શકે. માર મારનારા લોકો એવી ખરાબ ગાળો બોલતા હતા કે આજુબાજુના લોકોને ખબર પડી કે કંઈક ગરબડ થઈ લાગે પછી લોકો વચ્ચે પડ્યા અને 108 એમ્બ્યુલન્સ બોલાવી. ઘાયલોને રાતોરાત સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. 


પોલીસ કાફલો પાટણના બાલીસણા ગામમાં ગોઠવાયો   

જેના પર હુમલો થયો છે તેમની વાત કરીએ તો જસ્મીનભાઈ પટેલ, ઓમ પટેલ બંનેને ભયાનક રીતે માર મારવામાં આવ્યો હતો એટલે તે તો બેભાન થઈ ગયા હતા. બાકી તેમના સિવાય મિતેશભાઈ પટેલ, ધ્રુવ પટેલ, યશ પટેલ અને ગૌરવ પટેલને પણ માર પડ્યો હતો. જેણે માર માર્યો તેની વાત કરીએ તો આમ તો એ ટોળું હતું પણ માર ખાનાર લોકોને જે લોકો યાદ છે તેમના નામ પોલીસ ફરિયાદમાં લખવામાં આવ્યા છે જે આ મુજબ છે.. અબ્દુલ કાદર માસ્તર, તોફિક હુસૈન નજીરમીયા, શેખ સહદ મહંમદ હસાબ, અરિફ અબ્દુલ શેખ, ઈલિયાસ ઈબ્રાહિમ શેખ, ફૈજરઅલી મીજામ ઉદ્રીલ શેખ, એહમદભાઈ ડેલીગેટ, સિકંદર અબ્દુલભાઈ, ખલીલભાઈ દિલાવર. ઘટના બાદ પોલીસનો કાફલો પાટણના બાલીસણા ગામમાં અડધી રાત્રે ખડગી દેવામાં આવ્યો હતો. 


કિશન ભરવાડ સાથે જે થયું તેવી જ છે આ ઘટના! 

25 જાન્યુઆરી 2022નો એ દિવસ હતો શબ્બીર અને ઈમ્તિયાઝ નામના બે વ્યક્તિઓ બાઈક પર આાવે છે અને એક વ્યક્તિ પર ધડાધડ ગોળી ચલાવે છે. વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થઈ જાય છે. તમે સમજી ગયા હશો કે વાત કિશન ભરવાડની કરવામાં આવી રહી છે. આ ઘટનાની વાત આપણે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે ફરીવાર એવી ઘટના ઘટી છે. ટૂંકમાં જે ઘટના કિશન ભરવાડ સાથે ઘટી હતી તેવો જ આ બનાવ છે. અલગ એ છે કે કિશન ભરવાડને તો બંદૂકની ગોળી મારી દેવામાં આવ્યો હતો પણ આ લોકો જીવીત છે. 


હિંસા  કોઈ વિકલ્પ ન હોઈ શકે

આવી તે વળી કેવી ધાર્મિક ભાવના છે કે દેશની કાયદો અને વ્યવસ્થાના પગથિયાને ઓળંગીને વ્યક્તિને જીવથી મારી નાખવામાં આવે એવી રીતે માર મારવામાં આવે. આ કેસને નિષ્પક્ષ રીતે જોવામાં આવે તો કોઈને પણ હક નથી કે બીજાના ધર્મની લાગણી દુભાય તેવા સ્ટેટસ રાખે. સામેની બાજુ એ લાગુ પડે છે કે તમારે કાયદો હાથમાં લેવાની શું જરૂર હતી કે ધોકા લઈને પહોંચી ગયા અને ઢોર માર માર્યો. 


જો ધાર્મિક લાગણી દુભાઈ તો લેવો જોઈએ કાયદાનો સહારો  

બંધારણમાં અનુચ્છેદ 25થી 29 સુધી ધાર્મિક સ્વતંત્રતા આપવામાં આવી છે જો તમારી લાગણી દુભાય અને તમને એવું લાગે કે મારા હક દુભાઈ રહ્યા છે તો પોલીસ સ્ટેશન જાવ, કોર્ટમાં જાવ. હાથમાં હથિયાર લઈ લેવા તો ઉપાય ન જ હોઈ શકે. ભારતમાં રહેતા તમામ ધર્મના લોકોએ પોતાના મગજમાં એક વાત ફીટ કરી દેવી જોઈએ કે આ ભારતનું પુસ્તક બંધારણ છે, અને બંધારણથી કોઈ ધાર્મિક પુસ્તક પણ મોટું નથી. બંને પક્ષે સમજવું પડશે કે આ એજ ભાઈઓ છે જે રણભૂમિમાં યુદ્ધ કરવા માટે સાથે જતા હતા. જેણે ભારતની સ્વતંત્રતા માટે જીવ આવતા પહેલા એવું નહોતું જોયું કેક હું હિંદુ છું કે મુસલમાન. આ ઘટનાઓ ગુજરાત, ભારત કે દુનિયામાં ક્યાંય ન ઘટવી જોઈએ. માનવે માનવતા સાથે રહેવું જોઈએ,.. આ ભારત દેશ છે કોઈ ધાર્મિક કટ્ટર દેશ નહીં કે ધર્મ ના નામે કોઈની હત્યા કરી દેવામાં આવે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?