ચાની કીટલી પર વપરાતા પેપ કપ પર આજથી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કોઈ પણ કીટલી પર પેપર કપ મળી આવશે તો તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી સૂચના આપવામાં આવી છે .પરંતુ પ્રતિબંઘ અમલી થાય તેના એક દિવસ પહેલા અમદાવાદના મેયર કિરીટ પરમારે નિવેદન આપતા કહ્યું કે આવો કોઈ ઠરાવ કરાયો નથી. અમને પૂછીને આ નિર્ણય લેવાયો નથી. માત્ર કમિશ્નરના મૌખિક આદેશ પર કાર્યવાહી કરવાની તૈયારીઓ થઈ રહી છે.
પેપર કપ મળશે તો લેવાશે કડક પગલા
આરોગ્ય માટે ખરાબ હોવાને કારણે ચાની કિટલી પર વપરાતા પેપર કપના ઉપયોગ પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે પેપર કપને કારણે સ્વચ્છતા જળવાતી નથી. જેને પગલે પેપર કપના ઉપયોગ પર આજથી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. મ્યુનિ. કમિશ્નરની સૂચના પેપર કપનો ઉપયોગ કરતી કિટલીને સીલ કરવા સુધીની તૈયારીઓ બતાવામાં આવી છે.
અમને પૂછીને નિર્ણય લેવાયો નથી - અમદાવાદ મેયર
પરંતુ પ્રતિબંધ લાગુ થાય તેની પહેલા અમદાવાદના મેયરનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે જણાવ્યું કે આવો ઠરાવ કરાયો નથી. અમને પૂછીને આ નિર્ણય લેવાયો નથી માત્ર કમિશ્નરના મૌખિક આદેશ પર કાર્યવાહી કરવાની તૈયારીઓ થઈ રહી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે કમિશ્નર રાઉન્ડ પર હતા તે દરમિયાન તેમને યોગ્ય લાગ્યુ એટલે નિર્ણય લેવાયો. પરંતુ સત્તાધારી પક્ષને આ નિર્ણય અંગે જાણ કરવામાં ન આવી હતી અને વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હતા. ત્યારે આ નિર્ણયને લઈને વિવાદ છેડાઈ ગયો છે.