કર્ણાટકમાં ચૂંટણી પહેલા ઉઠ્યો દૂધને લઈ વિવાદ! અમૂલની જાહેરાત બાદ જોવા મળ્યું અમૂલ Vs નંદિની, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-10 12:54:19

કર્ણાટકમાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી સમયે એક એવો મુદ્દો ઉભો થઈ હોય છે જેને લઈ વિવાદ છેડાઈ જતો હોય છે. ત્યારે કર્ણાટકમાં દૂધ ઉત્પાદનને લઈ વિવાદ શરૂ થઈ ગયો છે. થોડા દિવસ પહેલા અમુલ ડેરીએ કર્ણાટકમાં એન્ટ્રી કરવાની જાહેરાત કરી હતી. જેને કારણે ચાર જેટલા દિવસોથી ઘમાસાણ ચાલી રહ્યું છે. અમુલ દ્વારા કરવામાં આવેલી જાહેરાત બાદ કોંગ્રેસ સહિત વિપક્ષ આક્રામક દેખાઈ રહ્યું છે. એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કર્ણાટકમાં પ્રસિદ્ધ નંદિની બ્રાન્ડને ખતમ કરવા આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ વાતનો વિરોધ ન માત્ર રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે પરંતુ કર્ણાટક મિલ્ક ફેડરેશન પણ આ વાતના સમર્થનમાં છે. ફેડરેશન દ્વારા પણ આ વાતનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

 


અમૂલ બ્રાન્ડની એન્ટ્રી બાદ શરૂ થયો વિવાદ!

થોડા દિવસો પહેલા કર્ણાટક અને તમિલનાડુમાં દહીને લઈ વિવાદ છેડાઈ ગયો હતો. દહીંના પેકેટ પર દહીં હિંદી ભાષામાં લખવામાં આવ્યું હતું. આ વાતનો લોકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. ભારે વિરોધના પગલે આ નિર્ણયને પાછો ખેંચી લીધો હતો. ત્યારે હવે ફરી એક વખત દૂધને લઈ કર્ણાટકમાં વિવાદ છેડાઈ ગયો છે. અમૂલ ડેરીએ થોડા સમય પહેલા કર્ણાટકમાં એન્ટ્રી કરવાની જાહેરાત કરી હતી. જે બાદ રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ દ્વારા તેમજ વિપક્ષ દ્વારા સરકાર પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે નંદિની બ્રાંડને ખતમ કરવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે.


કર્ણાટકમાં એન્ટ્રી કરવાની અમૂલ બ્રાન્ડે કરી હતી જાહેરાત  

સમગ્ર મામલાની વાત કરીએ તો 5 એપ્રિલના રોજ અમૂલે ટ્વિટ કર્યું હતું જેમાં કર્ણાટકમાં આવવામાં પ્લાનની ઘોષણા કરી હતી. ટ્વિટમાં લખ્યું હતું કે અમૂલ પરિવાર બેંગ્લુરૂ શહેરમાં કઈ નવું લાવવા જઈ રહી છે. બીજા એક ટ્વિટમાં લખ્યું હતું કે દૂધ અને દહીંની સાથે તાજાની એક નવી લહેર બેંગલુરૂમાં આવા જઈ રહી છે.    


ચૂંટણી પહેલા કર્ણાટકમાં ગરમાઈ રાજનીતિ 

અમૂલ દ્વારા આ પ્રકારની ઘોષણા થયા બાદ આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. લોકોએ બહિષ્કાર કરવાની શરૂઆત કરી દીધી હતી. સોશિયલ મીડિયા પર અનેક યુઝર્સ દ્વારા આ વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો. કર્ણાટકમાં નંદીની બ્રાન્ડ પ્રખ્યાત છે. સ્થાનિક લોકો નંદિની બ્રાન્ડનું દૂધ વાપરે છે. ત્યારે અમૂલ બ્રાન્ડનો વિરોધ કર્ણાટકમાં થઈ રહ્યો છે. રાજનીતિ ગરમાઈ રહી છે. કોંગ્રેસના નેતા દ્વારા નંદિની મિલ્ક પાર્લરની મુલાકાત લેવાઈ હતી.  



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..