'બકરી ઈદમાં બચીશું તો મોહર્રમમાં નાચીશું' ખડગેના નિવેદનથી વિવાદ, ભાજપે મુસ્લિમોનું અપમાન ગણાવ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 08:42:36

પાર્ટીના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે જંગ થવાની છે
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ મલ્લિકાર્જુન ખડગેના આ નિવેદનને મુસ્લિમોનું અપમાન ગણાવ્યું
રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ અધ્યક્ષ પદ સ્વીકારવાની ના પાડ્યા બાદ આ ચૂંટણી યોજવામાં આવી રહી છે


કોંગ્રેસમાં રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાવાની છે. પાર્ટીના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર વચ્ચે જંગ થવાની છે. આ ચૂંટણીના પ્રચાર માટે મલ્લિકાર્જુન ખડગે બુધવારે ભોપાલમાં હતા. જ્યાં તેમણે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, પરંતુ આ દરમિયાન તેમણે આપેલા એક નિવેદનના કારણે ભારે વિવાદ ઊભો થયો છે. પત્રકારોએ 2024ની ચૂંટણી અંગે સવાલ પૂછ્યા હતા જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે 'બકરી ઈદ પર બચીશું, તો મોહર્રમમાં નાચીશું.' તેમના આ નિવેદન બાદ વિવાદ ઊભો થયો છે અને ભાજપ તેને મુસ્લિમોનું અપમાન ગણાવ્યું છે.


ભોપાલમાં જ્યારે મલ્લિકાર્જુન ખડગેને પૂછવામાં આવ્યું કે શું આગામી 2024ની ચૂંટણીમાં કોંગ્રેસના વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ હશે? આ અંગે તેમણે જણાવ્યું હતું કે પહેલા આ આંતરિક ચૂંટણી તો થઈ જાય. બાદમાં તેમણે એક કહેવત કહી હતી કે, 'બકરી ઈદમાં બચીશું તો મોહર્રમમાં નાચીશું.'


તેમના આ નિવેદન બાદ વિવાદ ઊભો થયો છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ મલ્લિકાર્જુન ખડગેના આ નિવેદનને મુસ્લિમોનું અપમાન ગણાવ્યું હતું. તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે..


કોંગ્રેસના પ્રથમ પરિવાર દ્વારા પસંદ કરવામાં આવેલા પ્રોક્સી અધ્યક્ષ પદના ઉમેદવારને પૂછવામાં આવ્યું કે 2024માં કોંગ્રેસના વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ હશે, તેમનો જવાબ હતો કે, બકરી ઈદમાં બચીશું તો મોહર્રમમાં નાચીશું. મોહર્રમ કોઈ ઉજવણી નથી પરંતુ માતમ છે! આ મુસ્લિમોનું અપમાન છે.


પૂનાવાલાએ જણાવ્યુ હતું કે, ખડગેનું નિવેદન એક પાર્ટી તરીકે કોંગ્રેસના નબળા વિચારોનું પ્રતિબિંબ છે. આ રાહુલ ગાંધી અને તેમની મહત્વાકાંક્ષાઓ માટે આંખો ઉઘાડનારું હોવું જોઈએ. નોંધનીય છે કે 80 વર્ષીય ખડગે 17 ઓક્ટોબરે યોજાનારી ચૂંટણીમાં શશિ થરૂરનો સામનો કરશે. આ ચૂંટણીના પરિણામો 19 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ અધ્યક્ષ પદ સ્વીકારવાની ના પાડ્યા બાદ આ ચૂંટણી યોજવામાં આવી રહી છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...