રામચરિત માનસને લઈ સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. નિવેદન બાદ વિવાદ ઉભો થઈ ગયો છે. તેમના નિવેદન પર અનેક લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યારે રવિવારે રાજુદાસે એક વીડિયો બનાવી જાહેર કર્યો હતો જેમાં તેઓ કહીં રહ્યા છે કે જે કોઈ સ્વામી પ્રસાદનું માથું તેમના ઘડથી અલગ કરી દેશે તેને 21 લાખનું ઈનામ આપવામાં આવશે.
નિવેદન આપ્યા બાદ નેતાએ કરી વિવાદાસ્પદ ટ્વિટ
થોડા સમય પહેલા સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી મૌર્યએ રામચરિત માનસને લઈને નિવેદન આપ્યું હતું. તેમના નિવેદન પર વિવાદ છેડાઈ ગયો છે. પહેલા નિવેદનને લઈ વિવાદ શાંત થયો ન હતો ત્યારે તો તેમણે આ મુદ્દે એક ટ્વિટ કરી હતી. રવિવારે ફરી એક વખત રામચરિત માનસ અંગે ટ્વિટ કરી હતી જેમાં તેમણે લખ્યું હતું કે તેઓ ધર્મના આહ્વાન કરીને આદિવાસીઓ, પછાત અને મહિલાઓને અપમાનિત કરવાના ષડયંત્રનો વિરોધ કરતા રહેશે. જેમ કુતરાના ભસવાથી હાથી તેની ચાલ બદલી શકતો નથી તેવી જ રીતે જ્યાં સુધી હું તેમનો આદરી નહીં અપાવી શકું ત્યાં સુધી હું મારી વાત બદલીશ નહી. તેમના આ ટ્વિટને લઈ ફરી વિવાદ છેડાયો છે. આ નિવેદન બાદ અનેક સંતોએ સ્વામી પ્રસાદને અજ્ઞાની બતાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો.
Ayodhyaના મહંતએ Swami Prasad Mauryaનું સર કલમ કરવા માટે ઈનામ જાહેર કર્યું
.
.#ayodhya #jamawat #swamiprasadmaurya #winner #prize pic.twitter.com/MZcb9BgOMM
— Jamawat (@Jamawat3) January 30, 2023
21 લાખ આપવાની રાજુદાસે કરી જાહેરાત
Ayodhyaના મહંતએ Swami Prasad Mauryaનું સર કલમ કરવા માટે ઈનામ જાહેર કર્યું
.
.#ayodhya #jamawat #swamiprasadmaurya #winner #prize pic.twitter.com/MZcb9BgOMM
આ નિવેદન પર હનુમાનગઢીના પૂજારી રાજુદાસે પ્રતિક્રિયા આી છે. રાજુદાસે નેતા વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે જે કોઈ સ્વામી પ્રસાદનું માથું ઘડથી અલગ કરી દેશે તેને 21 લાખનું ઈનામ આપવામાં આવશે. તે સિવાય પીજીઆઈના વૃંદાવન કોલોનીમાં રવિવારે સવારે રામચરિત માનસને ફાડવામાં આવી હતી અને તે બાદ બાળી પણ નાખવામાં આવી હતી. રામચરિત માનસને સળગાવવા વાળા ઓબીસી મહાસભાના પદાધિકારીઓ હતા.