પશ્ચિમબંગાળમાં એક ફોટાને કારણે સર્જાયો વિવાદ, TMC વિધાયકના પગ દબાવતા હતા પંચાયત સદસ્ય


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-26 17:35:32

પશ્ચિમબંગાળમાં તૃણુમુલ કોંગ્રેસના અનેક વિધાયક પોતાના અજીબો ગરીબ હરકતોને કારણે અસિત મજૂમજાર હમેશાં ચર્ચામાં રહે છે. ત્યારે ફરી એક વખત તેઓ ચર્ચામાં આવ્યા છે. દીદીના સુરક્ષા કવચ કાર્યક્રમ દરમિયાન વિધાયકનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક મહિલા તેમના પગ દબાવી રહી છે. વીડિયો વાયરલ થતા જ અનેક સવાલો ઉભા થઈ ગયા હતા.

MLA Asit Majumdar

ફોટો અને વીડિયો થયો વાયરલ 

સોશિયલ મીડિયાના જમાનામાં એક વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે પશ્ચિમબંગાળના તૃણુમુલ કોંગ્રેસના એક વિધાયકનો વીડિયો વાયરલ થયો છે. વિધાયક અસિત મજૂમદારનો વીડિયો વાયરલ થયો છે જેમાં એક મહિલા તેમના પગ દબાવી રહી છે. વાયરલ વીડિયોમાં દેખાતી મહિલા ગ્રામ પંચાયતના પૂર્વ પ્રમુખ અને હાલ પંચાયત સમિતિના સદસ્ય રૂમા પાલ વિધાયકના પગ દબાવી રહી છે. 


પગ દબાવતો ફોટો થયો હતો વાયરલ 

સ્થાનિય સૂત્રોના આધારે રૂમા પાલે પોતાના ફેસબુક પેજ પર એક તસ્વીર પોસ્ટ શેર કરી હતી. ફોટો વાયરલ થતા અસિત મજૂમદારે કહ્યું કે થોડા સમય પહેલા જ તેમના પગનું ઓપરેશન થયું છે. જ્યારે એ સુરક્ષા કવચ કાર્યક્રમથી પાછા આવી રહ્યા હતા તે દરમિયાન તેમના પગ પર કાંટો વાગ્યો હતો જેને કારણે પગમાં દુખાવો ઉપડ્યો હતો. ત્યારે રૂમાએ પગ દબાવવાનો આગ્રહ કર્યો હતો. 


રૂમાએ છોકરીના રૂપમાં પગ દબાવ્યા - રૂમા 

વીડિયો તેમજ ફોટો વાયરલ થતા રૂમા પાલે પણ પક્ષ મૂકતા કહ્યું કે અસિત મજૂમદાર મારા કરતા ધણા મોટા છે. મેં છોકરીના રૂપે તેમના પગ દબાવ્યા છે. અસિત મજૂમદારે કહ્યું કે રૂમાએ પાર્ટીના કાર્યકર્તાના રૂપમાં નહીં પરંતુ છોકરીના રૂપમાં પગ દબાવ્યા છે.      



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?