દેશના અનેક રાજ્યોમાં દારૂબંધી કાનૂન લાગુ છે. બિહારમાં પણ આ કાનૂન લાગુ છે. ત્યારે બિહાર સરકારમાં સામેલ થયેલા મહાગઠબંધનના નેતા રામબલી ચંદ્રવંશીએ દારૂબંધીને લઈ પોતાની સરકારને જ ઘેરાવામાં લઈ લીધા છે. તેમણે એક વિવાદીત નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું દારૂ ભગવાન જેવો છે. હોય છે દરેક જગ્યાએ પણ દેખાતો નથી.
નેતાએ દારૂની તુલના ભગવાન સાથે કરી
બિહારમાં દારૂબંધીને લઈ નેતાઓની અલગ-અલગ રાય છે. અનેક વખત દારૂબંધીને લઈ નિતીશ કુમારની સરકાર પર સવાલ ઉઠ્યા છે. આ નેતાના પહેલા ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે પણ દારૂબંધીને લઈ અનેક વખત સવાલ કર્યા છે. ત્યારે આ વખતે આરજેડી એમએલસી રામબલી ચંદ્રવંશીએ દારૂની તુલના ભગવાન સાથે કરી દીધી છે. પોતાના વિવાદીત નિવેદનમાં તેમણે કહ્યું કે દારૂ ભગવાન જેવી છે. હોય છે દરેક જગ્યા પર માત્ર દેખાતી નથી. આ નિવેદનને કારણે વિવાદ છેડાઈ શકે છે.
બિહારમાં દારૂબંધી મુદ્દો નથી - આરજેડી એમએલસી નેતા
ચૂંટણી પ્રચારથી આવતા સમયે રામબલીએ આવું અજીબો-ગરીબ નિવેદન આપ્યું હતું. જ્યારે તેમને ઝેરીલી દારૂ પીધા પછી થયેલા મોત અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે આ પ્રશ્નો જવાબ આપવાનો ટાળ્યો હતો. તેમણે કહ્યું કે મરવાના અનેક કારણ હોઈ શકે છે. માત્ર દારૂને જ કારણે જ મોત નથી થતી. ઉપરાંત એવું પણ કહ્યું કે ચૂંટણીના મુદ્દામાં દારૂબંધીનો સમાવેશ ન કરાવો જોઈએ.