એક તરફ પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ આપેલા નિવેદનને લઈ વિવાદ શાંત નથી થયો ત્યારે તો વધુ એક નેતાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે... ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આંદોલનનો પાર્ટ 2 કરવાની ચિમકી પણ ક્ષત્રિય સમાજ દ્વારા ઉચ્ચારવામાં આવી.. આ બધા વચ્ચે ભાજપના વધુ એક નેતાએ રાજા અને રાણી માટે નિવેદન આપ્યું છે...
કિરીટ પટેલે કરી વિવાદાસ્પદ ટિપ્પણી!
લોકસભા ચૂંટણીને લઈ ગુજરાતમાં પ્રચારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, અલગ અલગ નેતાઓ જનસભાઓ સંબોધી રહ્યા છે.. ઉમેદવાર તેમજ પાર્ટી માટે પ્રચાર કરી રહ્યા પરંતુ આ બધા વચ્ચે નેતાઓ દ્વારા એવા નિવેદનો આપવામાં આવી રહ્યા છે જેને કારણે વિવાદ છેડાઈ જતો હોય છે.. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈ શરૂ થયેલો વિરોધ શાંત નથી થયો ત્યારે તો ભાજપના વધુ એક નેતાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.. જે નેતાની વાત અહીં કરવામાં આવી રહી છે તે નેતા છે કિરીટ પટેલ.. કિરીટ પટેલ જૂનાગઢ જિલ્લાના બીજેપી પ્રમુખ છે... વિસાવદર ખાતે મધ્યસ્થી કાર્યાલયનું ઉદ્ધાટન હતું તે વખતે તેમણે નિવેદન આપ્યું છે જેને કારણે તે ચર્ચામાં આવ્યા છે.
શું કહ્યું કિરીટ પટેલે?
કાર્યાલયના ઉદ્ધાટન પ્રસંગમાં કિટીટ પટેલે નિવેદન આપ્યું કે રાજાની પટરાણી ભલે વિકલાંગ હોઈ પણ તેના કૂખેથી જે દીકરો પેદા થતો હતો તેજ રાજા બનતો હતો . અને હવે રાજા મતપેટીમાંથી પેદા થાય છે. એક તરફ પરષોત્તમ રૂપાલાના નિવેદનને લઈ શરૂ થયેલા વિરોધને શાંત પાડવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ વધુ એક નેતા દ્વારા આવું નિવેદન આપવામાં આવ્યું છે... નિવેદન આપ્યા બાદ તેમણે પોતાના નિવેદનને લઈ માફી પણ માગી. માફી માગતો એક વીડિયો સામે આવ્યો જેમાં તેમણે કહ્યું કે વિસાવદર ખાતેના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે મારા ભાષણથી કોઈ સમાજને ઠેસ પહોંચી હોય તો હું ક્ષમા માંગુ છું....
પરષોત્તમ રૂપાલાએ પણ ક્ષત્રિય સમાજના લોકોને અપીલ કરી
મહત્વનું છે કે પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે.. પરષોત્તમ રૂપાલાનો વિરોધ ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ બની રહ્યો છે તેવું લાગી ગયું છે.. મહત્વનું છે કે પરષોત્તમ રૂપાલા દ્વારા ફરી એક વખત ક્ષત્રિય સમાજને અપીલ કરવામાં આવી છે. મોરબી ખાતે ઉપસ્થિત પરષોત્તમ રૂપાલાએ નાની મોટી વાતને દરગુજર કરવા અપીલ કરી ઉપરાંત સમર્થ ભારત બનાવવા માટે જોડાવા અપીલ કરી હતી.