કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મેરામણ ગોરિયાનું વિવાદાસ્પદ નિવેદન


  • Published By :
  • Published Date : 2022-11-08 16:09:13

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મેરામણ ગોરિયાનું દ્વારકા ચૂંટણીની ટિકિટ વહેંચણી પહેલા નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મેરામણ ગોરિયા નિવેદન આપી રહ્યા છે કે કોંગ્રેસે ટિકિટ વહેંચણી વહેલા કરી દેવી જોઈએ જેથી રીસામણા-મનામણા કરી શકાય. મોડો નિર્ણય થવાના કારણે આંતરીક તકલીફો વચ્ચે ચૂંટણી લડવા માટે સ્થાનિક વિસ્તારોમાં તકલીફો થાય છે. કોંગ્રેસ ઉમેદવાર નક્કી કરવામાં સમય વધારે લેતી હોય તેથી ચૂંટણી લડવી મુશ્કેલ બને છે. આ નિવેદન તેમણે ત્યારે આપ્યું છે જ્યારે હજુ દ્વારકા બેઠકના કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત નથી થઈ.

 

શું છે મૂળુ કંડોરિયા અને મેરામણ ગરિયાનો જૂથવાદ?

ગત વિધાનસભા ચૂંટણીમાં મેરામણ ગોરિયા દ્વારકાથી ચૂંટણી લડ્યા હતા. દ્વારકા બેઠક પર મેરામણ ગોરિયા પહેલા મૂળુ કંડોરિયાનું નામ નક્કી જ હતું અને અચાનક મેરામણ ગોરિયાનું નામ નક્કી થઈ જાય છે. ત્યાર બાદ મૂળુ કંડોરિયા નારાજ થઈ ગયા હતા અને મતદાન થયું હતું. 2017ની ચૂંટણીમાં દ્વારકા પરથી મેરામણ ગોરિયા હાર્યા હતા. આજે એવી જ પરિસ્થિતિ સામે આવીને ઉભી રહી છે કે દ્વારકા કોંગ્રેસના બે જૂથ સામસામે આવી ગયા છે. હજુ તો કોંગ્રેસે દ્વારકા બેઠક પરથી ઉમેદવારો નક્કી નથી કર્યા અને બંને નેતાઓ વચ્ચેનો આંતરિક જૂથવાદ સામે આવી રહ્યો છે.

 

2014થી 2017 સુધી મેરામણ ગોરિયા હતા ધારાસભ્ય

2012માં ખંભાળિયાથી પૂનમબેન માડમ ધારાસભ્ય પદ માટેની ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. લોકસભાની ચૂંટણી આવતા પૂનમબેન માડમનું ધારાસભ્ય પદ ખાલી પડ્યું હતું અને મેરામણ ગોરિયા પેટા ચૂંટણીમાં જીત્યા હતા અને ખંભાળિયા વિસ્તારમાંથી ધારાસભ્ય બન્યા હતા. જો કે 2017માં મેરામણ ગોરિયા દ્વારકામાંથી લડ્યા હતા અને 5 હજારથી વધુ મતથી હાર્યા હતા. જો કે હવે કોંગ્રેસની નવી લિસ્ટમાં દ્વારકા વિધાનસભા ક્ષેત્રથી કોને ઉમેદવાર બનાવાશે તે જોવાનું રહેશે. 



 

 

 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?