કોંગ્રેસના નેતા ઉદિત રાજનું રામ મંદિર અંગે વિવાદાસ્પદ નિવેદન '500 વર્ષ બાદ ફરી મનુવાદની વાપસી...'


  • Published By :
  • Published Date : 2024-01-01 15:22:24

અયોધ્યામાં બની રહેલા રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ તૈયારીઓ જોરશોરથી થઈ રહી છે. 22 જાન્યુઆરીના રોજ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા યોજાવાની છે, જેમાં પીએમ મોદી પણ ઉપસ્થિત રહેવાના છે. આ પહેલા અનેક વિપક્ષી પાર્ટીઓ તરફથી નિવેદન સામે આવી રહ્યા છે. વિપક્ષી પાર્ટીઓને પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ ન મળતા બિજેપી પર આરોપ લગાવ્યા છે. આ દરમિયાન કોંગ્રેસના નેતા ઉદિત રાજનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે 500 વર્ષ પછી મનુવાદ પરત ફરી રહ્યો છે.  


ઉદિત રાજે શું કહ્યું?


ઉદિત રાજે સોશલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું  કે ‘मतलब पाँच सौ वर्ष बाद मनुवाद की वापसी हो रही है।’તેમણે વધુમાં લખ્યું કે 'બિજેપી માત્ર દેખાડો કરી રહી છે, PM મોદી કોઈ રાજા છે શું, બિજેપી બંધારણને પણ નથી માનતી' અયોધ્યામાં મીરાના ઘરે જવા અંગે ઉદિત રાજે કહ્યું કે તે લાભાર્થી  નહીં પણ નિષાદના ઘરે ગયા હતા.


કોણ છે ઉદિત રાજ?


ઉલ્લેખનિય છે કે વર્ષ 2014માં ઉદિત રાજ બિજેપીના સાંસદ તરીકે ચુંટાયા હતા. તેમણે ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ચૂંટણી લડી હતી. જો કે તે બિજેપીથી અલગ થઈ ગયા હતા. બાદમાં  તેમણે ઈન્ડિયન જસ્ટીસ પાર્ટી બનાવી હતી. ઉદિત રાજનું નિવેદન તેવા સમયે આવ્યું છે  જ્યારે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થવું કે નહીં તેને લઈ કોંગ્રેસ પાર્ટી અવઢવની સ્થિતીમાં છે, કારણ કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધીને આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતું પાર્ટીમાં જ એક જુથ એવું છે જે તેમને ઉદઘાટન સમારોહમાં નહીં જવા માટે સલાહ આપી રહ્યું છે. જો કે હવે ઉદિત રાજના રામ મંદિર અંગેના  નિવેદન બાદ બિજેપીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.