મહીસાગરના લુણાવાડામાં સ્વામીનારાયણ મંદિરની બહાર ગણપતિજીના વિવાદિત પોસ્ટરથી લોકોમાં રોષ, જાણો શું છે મામલો


  • Published By :
  • Published Date : 2023-09-24 15:16:59

સાળંગપુર હનુમાનના મંદિરમાં ભીંતચિત્રો બાદથી સનાતન ધર્મના સંતો અને સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો વચ્ચે શરૂ થયેલું ઘમાસાણ હજુ ચાલી જ રહ્યું છે. ત્યારે ત્યારે મહીસાગર (Mahisagar) જીલ્લાના લુણાવાડામાં (Lunawada) એક નવો વિવાદ શરૂ થયો છે. લુણાવાડા ખાતે આવેલા છપૈયા ધામ સોસાયટીમાં સ્વામીનારાયણ મંદિરની  બહાર એક પોસ્ટર લગાવવામાં આવ્યું છે, જે વિવાદનું કારણ બન્યું છે. આ પોસ્ટરમાં ભગવાન ગણેશને સહજાનંદ સ્વામીના ખોળામાં બેઠેલા જોવા મળે છે. મંદિરની બહાર લગાવવામાં આવેલું આ પોસ્ટર આ પોસ્ટર  સોશિયલ મીડિયામાં વાયરલ થયાબાદ લોકોમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે.


પોસ્ટરના કારણે વિવાદ વકર્યો


મહીસાગર જીલ્લાના લુણાવાડા ખાતે આવેલા છપૈયા ધામ સોસાયટીમાં સ્વામીનારાયણ મંદિરની બહાર એક પોસ્ટર લગાવવામાં આવ્યું છે, જે વિવાદનું કારણ બની ગયું છે. મંદિરની બહાર લગાવવામાં આવેલા પોસ્ટરમાં સહજાનંદ સ્વામીને કદની દૃષ્ટિએ મોટા બતાવવામાં આવ્યા છે, જ્યારે ગણપતિને સહજાનંદ સ્વામી કરતાં નાના બતાવવામાં આવી રહ્યા છે. વધુમાં ગણપતિ સહજાનંદ સ્વામીના ખોળામાં બેઠેલા નજરે પડે છે. પોસ્ટરમાં જે પ્રકારે ગણપતિને નાના દર્શાવવામાં આવ્યા છે તેને લઈને ભક્તજનોમાં ભારે રોષ છે. આ પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે અને ગણપતિ ભક્તો પોત પોતાની રીતે પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ વિવાદિત પોસ્ટરમાં ભાજપના નેતા જે. પી. પટેલ ભક્તજનોનું સ્વાગત કરવાની મુદ્રામાં દેખાઈ રહ્યા છે.


મીડિયાકર્મીઓ સાથે ઝપાઝપી


ભગવાન ગણપતિના પોસ્ટરના વિવાદને લઈ જ્યારે મીડિયાકર્મીઓ લુણાવાડાના સ્વામી નારાયણ મંદિરે પહોંચ્યા તો મંદિરમાં રહેલા સ્વામી નારાયણ સંપ્રદાયના લોકોએ મીડિયા કર્મીઓને ઘેરી લઈ બંધક બનાવી લીધા હતા. સ્વામી નારાયણ સંપ્રદાયના લોકોએ મંદિરમાં મીડિયાકર્મીઓ સાથે ઝપાઝપી પણ કરી હતી. મીડિયાકર્મીઓએ કરેલું રેકોર્ડિગ પણ ડિલીટ કરી નાખ્યું હતું. પોલીસને ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મીડિયાકર્મીઓને મુક્ત કરાવ્યા હતા. જો કે પોલીસ પહોંચતા જ વિવાદ વધુ ઉગ્ર ન બને તે માટે મીડિયા કર્મીઓની માફી માગી હતી. બાદમાં વિવાદ આગળ વધે તે પહેલા જ તેમણે પોસ્ટરને હટાવી દેધું હતું. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...