મહાદેવ પર બફાટ કરવો પડ્યો ભારે, વિવાદ વકરતા સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામી આનંદસાગરે માંગી માફી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-06 13:34:05

દેવાધિદેવ મહાદેવ પર વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા બાદ સ્વામીનારાયણ સંપ્રદાયના એક સ્વામી સામે જનાઆક્રોસ જોવા મળી રહ્યો છે. સોખડા હરિધામના પ્રબોધસ્વામીના શિષ્ય આનંદસાગરનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે અને બહોળા પ્રમાણમાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ‘અક્ષરયાત્રા’એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. સનાતન ધર્મ પર બફાટ કરનારા સ્વામી વિરૂધ્ધ સાધુ-સંતો અને શિવભક્તોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો. છે. રાજકોટમાં સમાજના આગેવાનો સ્વામી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવશે. 


આનંદ સાગર સ્વામી શું બોલ્યા હતાં?


અમેરિકાનાં બોસ્ટન શહેરમાં યોજાયેલી સત્સંગ સભામાં પ્રવચન દરમ્યાન પ્રબોધસ્વામી જૂથના આનંદસાગર સ્વામીએ શિવજી વિશે વિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે 'આણંદ જિલ્લાનાં કરમસદ વિદ્યાનગર ખાતે આવેલા સોખડા સંસ્થા સંચાલિત આત્મીય ધામમાં રહી અભ્યાસ કરતા મૂળ કચ્છનાં વિધાર્થી નીશીતને પ્રબોધ સ્વામીએ રાત્રીનાં સમયે આજ્ઞા કરી આત્મિય ધામનાં દરવાજા પાસે જા. નીશીત પ્રબોધવામીની સૂચના મુજબ દરવાજા પાસે ગયો જ્યાં ભગવાન શંકરનાં નીશીતને દર્શન થયા. બાદમાં નીશીતએ શંકર ભગવાનને કહ્યું આપ પ્રબોધ સ્વામીને મળવા ચાલો. શંકર ભગવાને કહ્યું પ્રબોધ સ્વામીનાં દર્શન મારા ભાગ્યમાં નથી, પછી શંકર ભગવાન નીશીતને પગે લાગી જતા રહ્યાં.' આનંદસાગર સ્વામીના સમગ્ર પ્રવચનનો સારઅર્થ શંકર ભગવાન કરતા પ્રબોધ સ્વામી મોટા છે, આથી સમગ્ર રાજ્યનાં લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે.


સંત સમાજે પ્રવચનની ઝાટકણી કાઢી 


આનંદસાગર સ્વામીના પ્રવચનન સામે સનાતન ઉપરાંત સ્વામીનારાયણ સંપ્રદાયના અન્ય ફાંટાઓએ પણ વિરોધ વ્યક્ત કર્યો છે. અખિલ ભારત સંત સમાજ અને વડતાલ સત્સંગ સભાનાં પ્રમૂખ નૌતમ સ્વામીએ આનંદ સાગર સ્વામીનાં વાયરલ વિડીયોનું ખંડન કરી તેમની પ્રતિક્રિયા આપી હતી. તેઓએ આ વિવાદને લઇ નિવેદન આપતા કહ્યું કે, 'ગુરૂનો મહિમા વધારવા આનંદસાગર સ્વામીએ આવું ભાષણ આપ્યું છે. આવા નિવેદનથી સ્વામિનારાયણ સંપ્રદાયને લાંછન લાગે છે. આનંદસાગર સ્વામીએ ક્યારેય શિક્ષાપત્રી વાંચી જ નથી. લોકોએ આવા સંતને ક્યારેય ન માનવા જોઈએ.'  SP સ્વામીએ નિવેદન આપતા જણાવ્યું કે, દરેક સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન શિવનું સ્થાપન કરવામાં આવે છે. વ્યક્તિની પોતાની મહત્વતા દર્શાવવા આ પ્રકારના નિવેદન કરાય છે. કોઈની પણ લાગણી દુભાય તેવા નિવેદનો ન આપવા જોઈએ.'


આપાગીગા ઓટલા ચોટીલાના મહંતે આ નિવેદનને વખોડી કાઢ્યું છે. મહામંડલેશ્વર નરેન્દ્ર બાપુએ કહ્યું કે, 'આનંદસાગર સ્વામીને સંપ્રદાયમાંથી કાઢી મૂકો. ધર્મ સાથે સુસંગત નથી એવી ટિપ્પણી ન કરવી જોઈએ. સનાતન ધર્મ વિશે વાતો કરો. એમના અનુયાયીઓએ આવા સ્વામીઓને કાઢી મૂકવા જોઈએ. મહાદેવ તો દેવોના દેવ છે. આ લોકો બજારમાં રહેવા માટે અનાબ શનાબ બોલે છે.'


રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ જે.પી જાડેજાએ પણ આકરૂ વલણ લેતા જણાવ્યું કે, 'સાધુ સંતોએ પોતાના ગુરૂની પ્રશંસા કરતા પહેલા વિચાર કરવો જોઈએ. સાધુ-સંતોએ લોકોને ભ્રમિત ન કરવા જોઈએ. આવા સંતોથી સાચા સંતને નુકસાન થાય છે. આવા સંતો ધર્મ અને સંસ્કૃતિને નુકસાન પહોંચાડે છે. આવા સંતોને જેલમાં ધકેલી દેવા જોઈએ. કથિત સાધુએ જાહેર સ્ટેજ પરથી માફી માંગવી જોઈએ. જો માફી નહીં માગવામાં આવે તો પરિણામ ખરાબ આવશે.'



આનંદસાગર સ્વામીએ આખરે માફી માંગી


વિવાદ વધતા આખરે પ્રબોધ સ્વામી જૂથના આનંદ સાગર સ્વામીએ આ અંગે માફી માંગી છે.  પ્રવચન અંગે સ્વામીનારાયમ સંતે સ્પષ્ટતા કરતા કહ્યું કે એક યુવકની લાગણીની વાતના ભાવ આપવાની કોશિશ કરી છે. મારી ભૂલ થઈ છે તમામ  શિવ ભક્તોની માફી માંગુ છું. પ્રબોધ સ્વામીએ પણ મને કડક શબ્દોમાં સૂચન કર્યું છે. શિબિર દરમ્યાન મને મૌન અને 7 દિવસના ઉપવાસ આપ્યા છે. પ્રબોધ સ્વામીએ મને તેજ સમયે શિક્ષા આપી દીધી છે.'




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?