દેશમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુરૂવારે કોરોનાએ અનેક મહિનાઓનો રેકોર્ડ તોડી દીધો હતો. 11 હજારથી વધુ કેસ સામે આવ્યા હતા. ત્યારે છેલ્લા 24 કલાકમાં 10 હજાર કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 10753 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જ્યારે 27 જેટલા લોકોના મોત કોરોનાને કારણે થયા છે. આ સાથે જ એક્ટિવ કેસની સંખ્યા 53 હજારને પર પહોંચી ગઈ છે. દેશમાં હાલ 53720 કોરોનાના એક્ટિવ કેસ છે. 1 એપ્રિલથી 14 એપ્રિલમાં નોંધાયેલા કોરોના કેસની વાત કરીએ તો 89 હજાર જેટલા લોકો કોરોના સંક્રમિત થઈ ગયા છે.
53 હજારને પાર પહોંચ્યા એક્ટિવ કેસની સંખ્યા!
કોરોના સંક્રમણ દેશમાં પગપેસારો કરી રહ્યો છે. હજારોની સંખ્યામાં કોરોના સંક્રમણની ઝપેટમાં લોકો આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 10753 લોકો કોરોના સંક્રમિત થઈ ગયા છે જ્યારે 27 લોકોના મોત થઈ ગયા છે. ગુરૂવારે કોરોના સંક્રમણનો આંકડો 1 હજારને પાર નોંધાયો હતો. સતત વધતા કોરોના કેસને લઈ કેન્દ્ર સરકાર પણ એક્ટિવ થઈ છે. એક્ટિવ કેસનો આંકડો પણ 53 હજારને પાર પહોંચી ગયો છે.
ગુજરાતમાં નોંધાયા 392 કોરોનાના કેસ
કેરળમાં કોરોનાના 3065 કેસ નોંધાયા છે. દિલ્હીથી 1420 કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રથી 1152 કેસ નોંધાયા છે. હરિયાણાથી 835 લોકો કોરોનાગ્રસ્ત થઈ ગયા છે. ઉત્તરપ્રદેશમાં કોરોનાના 757 કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં 392 કોરોનાના કેસ સામે આવ્યા છે.