કોરોના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. અનેક લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. દેશમાં ફરી એક વખત કોરોના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. કોરોનાના કેસમાં વધારો થતા લોકોની ચિંતામાં વધારો થયો છે. દેશમાં કોરોના સંક્રમણની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1300 જેટલા કેસ નોંધાયા છે. કોરોનાને કારણે ત્રણ લોકોના મોત થયા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 7605 પર પહોંચી ગયો છે.
છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ
ધીમે ધીમે કોરોના ફરી દેશમાં પગ પેસારો કરી રહ્યો છે. એક સમય આવ્યો હતો જ્યારે કોરોના કેસમાં ઘટાડો જોવા મળ્યો હતો. ઓછા લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા હતા. ગઈકાલે કોરોનાના 1100 જેટલા કેસ નોંધાયા હતા જ્યારે આજે 1300 કોરોનાના દર્દીઓ નોંધાયા છે. એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. 7605 એક્ટિવ કેસ હાલ દેશમાં છે. કોરોના સંક્રમણને કારણે ત્રણ લોકોના મોત થઈ ગયા છે. કર્ણાટક, ગુજરાત અને મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે લોકોના મોત થયા છે. કોરોનાને કારણે હજી સુધી પાંચ લાખ 30 હજાર 800 જેટલા લોકોના મોત થઈ ગયા છે.
પીએમએ બોલાવી હતી બેઠક
મહત્વનું છે કે દેશમાં વધતા કોરોનાના કેસને લઈ કેન્દ્ર સરકાર એક્ટિવ થયું છે. આ મામલે વડાપ્રધાન મોદીએ બુધવારે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. મિટિંગમાં દેશમાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. વધતા કેસને લઈ કેવી રીતે તૈયારીઓ શરૂ કરવી તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.