નવસારીમાં પોલીસકર્મીએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરતા ચકચાર, આ કારણે ભર્યું અંતિમ પગલું


  • Published By :
  • Published Date : 2023-05-10 21:42:18

નવસારીમાં પોલીસકર્મીએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. નવસારીના ચીખલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સંજય પટેલે પોલીસ ક્વાટર્સમાં ગળેફાંસો ખાઇને જીવન ટુંકાવતા સમગ્ર જિલ્લા પોલીસતંત્રમાં ખળભળાટ મચી ગયો છે. ચીખલી પોલીસની ટીમ દ્વારા હેડ કોન્સ્ટેબલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. 


શા માટે કરી આત્મહત્યા?


હેડ કોન્સ્ટેબલ સંજય પટેલની આત્મહત્યા અંગે પોલીસે પ્રાથમિક તપાસના ભાગરૂપે  હાલ પરિવારજનોની પૂછપરછ કરી હતી. તપાસ અંતે જાણવા મળ્યું કે તે સ્થાનિક સ્તરે  લોકોમાં સારી પ્રતિષ્ઠા ધરાવતા હતા. જો કે તે પોતાની બિમારીના કારણે ખુબ જ પરેશાન રહેતા હતા. આ અંગે તેઓ પરિવાર અને સાથી કર્મચારીઓ સાથે પણ અનેક વખત વાતચીત કરતા રહેતા હતા. અંતે કંટાળીને તેમણે આ અંતિમ પગલું ઉઠાવ્યું હોવાનું પોલીસ માની રહી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?