21 માર્ચે અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ. અરવિંદ કેજરીવાલની ધરપકડના ટાઈમિંગ પર પણ અનેક સવાલો ઉભા થયા હતા કારણ કે આ તારીખે ચૂંટણી બોન્ડની વિગતો સામે આવી હતી. કઈ પાર્ટીને કોણે કેટલું ફંડ આપ્યું તેની જાણકારી તે દિવસે સામે આવી હતી જ્યારે અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ. 21 માર્ચે SBIએ ચૂંટણી બોન્ડના આલ્ફા ન્યુમેરિક કોડ્સ વિશેની માહિતી શેર કરી. અને આ બંને સમાચાર વચ્ચે એક કનેક્શન પણ છે જેની ચર્ચા આપણે કરવાની છે
અરવિંદ કેજરીવાલની કરવામાં આવી ધરપકડ
છેલ્લા ઘણા દિવસથી ચૂંટણી બોન્ડની ચર્ચાઓ થઈ રહી છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ એસબીઆઈ બેન્ક દ્વારા ચૂંટણી બોન્ડની જાણકારી આપવામાં આવી. ચૂંટણી બોન્ડને લઈ અનેક વખત સુપ્રીમ કોર્ટે ઝાટકણી પણ કાઢી છે. અનેક વખત ડેટા પણ શેર કરવામાં આવ્યો છે બેંક દ્વારા. સૌ પ્રથમ વખત જ્યારે ડેટા શેર કરવામાં આવ્યો ત્યારે માત્ર એટલી જાણકારી સામે આવી હતી કે કોણે કેટલું દાન કર્યું, કોણે કઈ પાર્ટીને કેટલું દાન કર્યું તેની જાણકારી ના મળી હતી. આલ્ફા ન્યુમેરિક કોડ્સની માહિતી આપવામાં ન આવી હતી. ત્યારે 21 માર્ચે આ માહિતી આપવામાં આવી.. આ જ દિવસે રાત્રે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી. અનેક લોકોનું માનવું છે કે મુદ્દાનો વિષય ચૂંટણી બોન્ડની બદલીમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ રહે તે માટે તેમની 21 માર્ચે ધરપકડ કરવામાં આવી.
કથિત લિકર પોલીસી કેસમાં છે આરોપી
અરવિંદ કેજરીવાલની ધરપકડ અને ચૂંટણી બોન્ડના આલ્ફા ન્યુમેરિક કોડ્સ વચ્ચે કનેક્શન પણ સામે આવ્યું છે. હવે તમને થશે કે ઇલેક્ટરોલ બોન્ડ અને આમાં શું કનેક્શન તો આ કનેક્શન ફાર્માસ્યુટિકલ કંપની અરબિંદો ફાર્મા સાથે છે જેણે ભાજપને બે વખત કરોડોનું દાન આપ્યું છે. પહેલા રૂ. 5 અને પછી 25 કરોડનું ચૂંટણી દાન આપ્યું હતું. આ જ કંપનીના ડિરેક્ટર પી.સરથચંદ્ર રેડ્ડી જે કથિત લિકર પોલિસી કૌભાંડ કેસમાં આરોપી છે.
પહેલા 5 કરોડનું અને પછી 25 કરોડનું આપ્યું દાન
અહેવાલો મુજબ કથિત દારૂ નીતિ કૌભાંડમાં ED દ્વારા અટકાયત કર્યા પછી, અરબિંદો ફાર્મા કંપનીએ ભાજપને 5 કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ આપ્યા હતા.રેડ્ડી આ કેસમાં ગવાહ થયા ત્યાર બાદ ભાજપને 25 કરોડ રૂપિયાનું દાન પણ આપવામાં આવ્યું હતું. પી.શરથ.ચંદ્ર રેડ્ડી ઓરોબિંદો ફાર્મા લિમિટેડના ડિરેક્ટર્સમાંના એક છે. રેડ્ડી કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. આ કંપનીની સ્થાપના સરથ ચંદ્ર રેડ્ડીના પિતા પીવી રામા પ્રસાદ રેડ્ડીએ કરી હતી.
ઈડીને આતિશીએ આપ્યો પડકાર
આજ મુદ્દા પર આજે દિલ્હીમાં આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી જેમાં મંત્રી આતિશીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે આ કેસની મની ટ્રેલ સામે આવી છે. તમામ પૈસા ભારતીય જનતા પાર્ટીના ખાતામાં ગયા છે. હું પીએમ નરેન્દ્ર મોદી અને તેમના જમણા હાથના ed આ કેસમાં ભાજપને આરોપી બનાવવા અને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાની ધરપકડ કરવા પડકાર ફેંકું છું માત્ર એક વ્યક્તિના નિવેદનના આધારે તેમની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિનું નામ શરથ ચંદ્ર રેડ્ડી છે, જે દવા બનાવતી કંપનીના માલિક છે. અરબિંદો ફાર્મા.તેમની અન્ય કંપનીઓ પણ છે.
રેડ્ડીએ બદલી દીધું સ્ટેટમેન્ટ!
શરથચંદ્ર રેડ્ડીને દિલ્હીની એક્સાઈઝ પોલિસી હેઠળ કેટલીક દુકાનો પણ મળી હતી.તેમને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા અને તેણે સ્પષ્ટ કહ્યું હતું કે તે ક્યારેય CM કેજરીવાલને મળ્યો નથી કે તેને AAP સાથે કોઈ લેવાદેવા નથી. EDએ તેની ધરપકડ કરી હતી. તેમના નિવેદન પછી બીજા દિવસે કેટલાક મહિનાઓ સુધી જેલમાં રહ્યા પછી એક દિવસ તેણે પોતાનું નિવેદન બદલ્યું અને કહ્યું કે તે કેજરીવાલને મળ્યો હતો અને દિલ્હીના સીએમ સાથે દારૂ કૌભાંડ પર વાત કરી હતી પરંતુ આ માત્ર નિવેદન છે પણ પૈસા ક્યાં છે. ?"રેડ્ડીની કંપનીઓ દ્વારા ચૂંટણી બોન્ડ દ્વારા ભાજપના ખાતામાં પૈસા આપવામાં આવ્યા હતા.