રાજ્યમાં કન્જકટીવાઈટિસની બિમારીથી હાહાકાર, દર્દીઓની સંખ્યામાં ભારે ઉછાળો, અમદાવાદમાં આઈડ્રોપની અછત


  • Published By :
  • Published Date : 2023-07-27 14:47:08

રાજ્યમાં અમદાવાદ સહિત તમામ મોટા શહેર અને જિલ્લાઓમાં હાલમાં છેલ્લા પંદર દિવસથી કન્જકટીવાઈટિસના દર્દીઓની સંખ્યામાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. સાદી ભાષામાં આંખ આવવી તરીકે ઓળખાતી આ બિમારીમાં આંખો લાલ થવા સાથે આંખમાં દુખાવો થાય છે. સમગ્ર રાજ્યમાં કન્જકટીવાઈટિસ (Conjunctivitis)ના દર્દીઓ વધી રહ્યા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રોજના 150 થી 160 દર્દીઓ આવી રહ્યા છે. ગઈકાલે એક જ દિવસમાં સિવિલ હોસ્પિટલમાં 298 કેસ નોંધાયા હતા. કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટર પર રોજના 20 કેસ આવે છે, એટલે કે શહેરના કુલ 82 અર્બન હેલ્થ સેન્ટર પર રોજના 1600 આંખના દર્દી આવે છે. દર્દીઓમાં ઉછાળો આવતા આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યો છે. 


આઈડ્રોપની અછત સર્જાઈ

 

અમદાવાદમાં કન્જકટીવાઈટિસના દર્દીઓ વધવાના કારણે આઈડ્રોપની જબરદસ્ત અછત સર્જાઈ છે. કોર્પોરેશને સરકાર પાસે વધુ 50 હજાર આઇડ્રોપની માગણી કરી છે. શહેરમાં અત્યાર સુધી 17 હજાર જેટલા આઈડ્રોપ અપાઈ ચૂક્યા છે. અમદાવાદમાં આંખ આવવાના એક સપ્તાહમાં 12000થી વધુ કેસ નોધાયા છે. UHC, CHC તેમજ AMCની હોસ્પિટલના જ કેસ ચોંકાવનારા છે. પ્રાઇવેટ હોસ્પિટલો સહિત આંકડા ઉમેરીએ તો એક મહિનામાં 30,000થી વધુ કેસ નોંધાયા છે.  


આરોગ્ય વિભાગ સતર્ક 


રાજ્યમાં કન્જકટીવાઈટિસના કેસ વધતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. કન્જકટીવાઈટિસના રોગને લઈ ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, સબ-જિલ્લા હોસ્પિટલ, જિલ્લા કક્ષાની હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે વાઈરલ કન્જકટીવાઈટિસની સારવાર માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.  


રોગના શું છે લક્ષણો, શું સાવધાની રાખવી?


કન્જકટીવાઈટિસના રોગમાં આંખમાંથી પાણી પડવું, આંખ લાલ થવી, આંખમાં ચીપડા વળવા, આંખમાં દુખાવો અને પાંપણ પર સોજો આવે તેમજ યોગ્ય સારવારના અભાવે આંખની કીકી પર ચાંદી કે સોજો આવી જતાં દૃષ્ટિને નુકસાન થાય છે. વરસાદમાં કપડાંમાં બેક્ટેરિયા મરી જાય તેવા લિક્વિડનો ઉપયોગ કરવો, ઘરમાં સૂકવેલાં કપડાં સંપૂર્ણ સુકાય તેની કાળજી રાખવી, દર્દીનાં કપડાં અલગ ધોવાં અને અલગ જગ્યાએ મૂકવાં, નિયમિત દવા નાખવી, આંખને વધુ અડકવું નહિ, નિયમિત દવાથી ત્રણ દિવસમાં રોગ કંટ્રોલમાં આવે અને અઠવાડિયામાં મટી શકે છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?