કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાનો ભાજપ પ્રત્યેનો પ્રેમ જાણીતો છે. લલિત વસોયા પણ ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ પણ અવારનવાર રાજકીય વર્તુળોમાં થતી રહી છે. જો કે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને ભાજપ અને કોંગ્રેસના નેતાઓ જોરશોર પ્રચાર અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે લલિત વસોયા તેમની કટ્ટક પ્રતિસ્પર્ધી પાર્ટી ભાજપને ચૂંટણીમાં ફાયદો થાય તેવું નિવેદન આપતા વિવાદ સર્જાયો છે.
कांग्रेस के वर्तमान धारासभ्य श्री ललित वसोया जी आज कांग्रेस के मंच पर खड़े रहकर भाजपा को वोट देने की बात कर रहे हैं। अंतरात्मा की आवाज........ pic.twitter.com/gqms5IrA0X
— Dr.Yagnesh Dave (@yagnesh_dave) November 6, 2022
શું કહ્યું લલિત વસોયાએ?
कांग्रेस के वर्तमान धारासभ्य श्री ललित वसोया जी आज कांग्रेस के मंच पर खड़े रहकर भाजपा को वोट देने की बात कर रहे हैं। अंतरात्मा की आवाज........ pic.twitter.com/gqms5IrA0X
— Dr.Yagnesh Dave (@yagnesh_dave) November 6, 2022વિધાનસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસે શરૂ કરેલી પરિવર્તન યાત્રા આજે ધોરાજી પહોંચી હતી. આ નિમિત્તે ગુજરાત કોંગ્રેસ દ્વારા ધોરાજીમાં જાહેરસભા યોજાઇ હતી. જેમાં તમામ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. ધોરાજીની આ જનસભામાં જાહેરમંચ પરથી લલિત વસોયાએ લોકોને સંબોધતા કહ્યું કે "જો તમે આમ આદમી પાર્ટીને મત આપવાનાં હો તો તેના કરતા ભાજપને જ મત આપજો. ભાજપ દ્વારા પોતાની બી ટીમ તરીકે આપને ઉતારવામાં આવી છે. ભાજપને ખબર છે કે આ વખતે જીતી શકાય તેમ નથી. તેવામાં ગુજરાત કોંગ્રેસને હરાવવા માટે પોતાની બી ટીમ લઇને ઉતરી રહી છે." લલિત વસોયાના આ નિવેદન બાદ સભામાં સોંપો પડી ગયો હતો અને નેતાજી આ શું બોલી ગયા તેવો ગણગણાટ શરૂ થયો હતો.