ટેટ-ટાટના ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. જ્ઞાનસહાયકને રદ્દ કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ છે. વિવિધ પ્રકારે ઉમેદવારોએ પોતાનો વિરોધ નોંધાવ્યો. પરંતુ સરકાર પોતાના નિર્ણય ઉપર અટલ છે. સરકાર ટસની મસ નથી થઈ. ઉમેદવારોના સમર્થનમાં ભાજપના અનેક ધારાસભ્યોએ પત્રો લખ્યા હતા. ભાજપ સિવાય કોંગ્રેસના ધારાસભ્યો પણ ઉમેદવારોના સમર્થનમાં આવ્યા છે ત્યારે આવતી કાલે જ્ઞાન સહાયકોના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ ધરણા કરશે તેવી માહિતી સામે આવી છે. શિક્ષણ બચાવો ધરણા કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે.
શિક્ષણની પરિસ્થિતિ પ્રતિદિન કથળતી જઈ રહી છે
શિક્ષણની પરિસ્થિતિ દિનપ્રતિદિન ખરાબ થઈ રહી છે. શિક્ષણની પરિસ્થિતિ કયા હદ સુધી લથતી ગઈ છે તે આપણે સૌ જાણીએ છીએ. શિક્ષણનું ખાનગીકરણ થઈ રહ્યું છે. બાળકોને ભણાવવા મોંધું થઈ રહ્યું છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં શાળાની હાલત એકદમ જર્જરિત હોય, શાળામાં શિક્ષકો ન હોય વગેરે વગેરે... શિક્ષણ મેળવવો દરેક બાળકોનો અધિકાર છે. જો બાળકને શિક્ષણ સારૂ મળ્યું હશે તો તે પોતાના જીવનમાં પ્રગતિ કરી શકશે. પોતાના પગ પર ઉપર ઉભો રહી શકે છે. પરંતુ જે હાલત હમણાં શિક્ષણની થઈ ગઈ છે તે દયનીય છે.
અલગ અલગ રીતે સરકારને કરી છે રજૂઆત
ગુજરાતના ભાવિ શિક્ષકો આંદોલનના માર્ગે ચાલી નિકળ્યા છે. અલગ અલગ રીતે પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે. જ્ઞાન સહાયકને રદ્દ કરી શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ-ટાટ પાસ ઉમેદવાર કરી રહ્યા છે. પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી સહિત અનેક અધિકારીઓને પત્ર લખી તેમને પોતાની વાત રજૂ કરી પરંતુ કોઈ ઉકેલ આવ્યો નહી. ત્યારે ભગવાનના શરણે પણ ઉમેદવારો પોતાની માગ સાથે ગયા હતા. હનુમાનજીને, શિવજીને, ગણપતિજીને પણ પત્ર લખી રજૂઆત કરવામાં આવી. તે ઉપરાંત ગાંધી જયંતિના ગાંધીને પત્ર ઉમેદવારોએ લખ્યો હતો. યુવરાજસિંહ પણ તેમની સાથે આવ્યા હતા. મહત્વનું છે કે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે રેલી કરી હતી. ત્યારે આવતી કાલે ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતાઓ ધરણા કરવાના છે.