Gujaratમાં Congress કાઢશે ન્યાય યાત્રા, દુર્ઘટનાઓમાં પીડિતોને ન્યાય અપાવા કોંગ્રેસ મેદાને, જાણો શું રહેશે યાત્રાનો રૂટ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-13 16:58:19

ગુજરાતમાં છેલ્લા એક બે વર્ષમાં એટલી બધી દુર્ઘટનાઓ બની છે કે વાત ન પૂછો મોરબી દુર્ઘટનાથી લઇને રાજકોટ અગ્નિકાંડ સુધી.. પીડિતોની એક જ માંગ કે અમને ન્યાય મળે.. પીડિત પરિવારને ન્યાય જોઈએ છે પરંતુ તેમને સરકાર પાસેથી તેમને આશા નથી તેવું તેમનું કહેવું છે.. ત્યારે પીડિત પરિવારને ન્યાય અપાવા માટે વિપક્ષ મેદાને આવ્યું છે. પીડિત પરિવારને ન્યાય અપાવા માટે વિપક્ષ ન્યાય યાત્રા કાઢવાની છે.. 

ન્યાય યાત્રાનો આ રહેશે રૂટ

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં તપાસનો સીલસિલો યથાવત છે. પીડિત પરિવારને ન્યાય અપાવા કોંગ્રેસ મેદાને આવ્યું છે. કોંગ્રેસ મોરબીથી રાજકોટ અને ત્યારબાદ અમદાવાદ સુધી ન્યાય યાત્રા કાઢવાની છે. ન્યાય યાત્રા ઓગસ્ટ મહિનાના પહેલા સપ્તાહમાં શરૂ થશે. પીડિતો પરિવારોને ઝડપી ન્યાય મળે અને જવાબદારો સામે નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થાય એવી માગ સાથે કોંગ્રેસ મેદાને આવ્યું છે. કોંગ્રેસ પક્ષ દ્વારા ઓગસ્ટ મહિનાનાં પહેલા સપ્તાહ દરમિયાન મોરબીથી ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવશે. 


રાહુલ ગાંધી જ્યારે ગુજરાત આવ્યા હતા ત્યારે

આ ન્યાય યાત્રા મોરબીથી રાજકોટ પહોંચશે અને ત્યારબાદ અમદાવાદથી સુરત જશે. આ ન્યાય યાત્રામાં દેશભરમાંથી અલગ-અલગ સંગઠનના લોકો જોડાશે. તેમ લાલજીભાઈએ પત્રકાર પરિષદ યોજીને જાણકારી આપી હતી. તે પત્રકાર પરિષદમાં જીગ્નેશ મેવાણી પણ હાજર હતા..મહત્વનું છે રાહુલ ગાંધી જ્યારે કોંગ્રેસ કાર્યાલયની મુલાકાતે આવ્યા હતા ત્યારે તે આ લોકોને મળ્યા હતા અને આશ્વાશન આપ્યું હતું કે તેમનો મુદ્દો સંસદમાં મુકશે. તો હવે પીડિતોને ક્યારે ન્યાય મળે છે કે નહીં તે જોવાનું રહ્યું.. 




ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...