મતદારો સુધી પહોંચવા આવનાર સમયમાં કોંગ્રેસ નવા અભિયાનની કરશે શરૂઆત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-12-22 10:54:36

એક તરફ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી દેશભરમાં કોંગ્રેસને બેઠું કરવાની કોશિશ કરી રહ્યા છે. આવનાર સમયમાં કોંગ્રેસ 'હાથ સે હાથ જોડો અભિયાન' ચલાવાની છે. આ અભિયાન અંદાજીત ત્રણ મહિના સુધી ચાલવાનું છે જેમાં દરેક તાલુકા અને પંચાયતની બેઠક સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવશે. આ અભિયાન 15 જાન્યુઆરી બાદ શરૂ કરવામાં આવશે.


આગામી ચૂંટણીને લઈ કોંગ્રેસે શરૂ કરી તૈયારી 

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 156 સીટો મળી હતી. જ્યારે કોંગ્રેસને માત્ર 17 સીટો પર જીત મેળવી સંતોષ માનવો પડ્યો હતો. ગુજરાતમાં કોંગ્રેસની કારમી હાર થયા બાદ કોંગ્રેસ નવેસરથી પાર્ટીને બેઠી કરવાનો પ્રયાસ કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ અને આવનારી લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસે અત્યારથી જ તૈયારીઓ આરંભી દીધી છે. જે અંતર્ગત હાથ સે હાથ જોડો અભિયાન ચલાવવામાં આવશે.


2023માં શરૂ કરાશે હાથ સે હાથ અભિયાન 

આ યાત્રાને લઈ રાજીવ ભવન ખાતે બેઠક મળી હતી. રઘુ શર્માએ જણાવ્યું હતું કે ભારત જોડો યાત્રાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કન્યાકુમારીથી શરૂ થયેલી આ યાત્રા કાશ્મીર પહોંચવાની છે. આ યાત્રાને 100 દિવસ પૂર્ણ થઈ ગયા છે. આપણા રાષ્ટ્રને વિભાજીત કરી રહેલા આર્થિક, સામાજીત અને રાજકીય મુદ્દાઓ સામે ઉઠાવી રહ્યા છીએ. ફેબ્રુઆરી 2023માં હાથ સે હાથ જોડો અભિયાનની શરૂઆત કરવામાં આવશે જેમાં ગુજરાતના દરેક ગ્રામ પંચાયત અને મતાદન મથકો પર પહોંચવાનો પ્રયાસ કરવામાં આવશે. 




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...