રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. ત્યારે ભારત જોડો યાત્રા સમાપ્ત થાય તે બાદ આગામી સમયમાં કોંગ્રેસ હાથ સે હાથ જોડો અભિયાનની શરૂઆત કરવાની છે. આ અભિયાનની શરૂઆત 26 જાન્યુઆરીથી કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત બ્લોક, પંચાયત અને બૂથ પર જઈ લોકો સાથે સંપર્ક બાંધવામાં આવશે. પ્રેસ કોન્ફરન્સ દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી હતી. અભિયાનમાં રાહુલ ગાંધીનો એક પત્ર પણ આપવામાં આવશે.
હાથ સે હાથ જોડો અભિયાનની કરાશે શરૂઆત
રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. કન્યાકુમારીથી નિકળેલી આ યાત્રા હાલ રાજસ્તાન નજીક પહોંચી છે. ત્યારે લોકો સુધી પહોંચવા કોંગ્રેસ આવનાર સમયમાં નવું અભિયાન શરૂ કરવાની છે. ભારત જોડો યાત્રાની સમાપ્તિ બાદ કોંગ્રેસ હાથ સે હાથ જોડો અભિયાનની શરૂઆત કરવાની છે. દેશભરમાં આ અભિયાનની શરૂઆત કરવામાં આવશે. આ અભિયાનથી જનસંપર્ક વધારવાનો પ્રયત્ન કરવામાં આવશે. આ અભિયાનની માહિતી આપતા કોંગ્રેસે કહ્યું કે 2 મહિના સુધી ચાલનાર આ અભિયાનમાં રાહુલ ગાંધીનો એક પત્ર પણ આપવામાં આવશે અને નરેન્દ્ર મોદી સરકાર વિરુદ્ધ આરોપ પત્ર પણ આપવામાં આવશે.