રાહુલ ગાંધીને મળેલી સજાને લઈ કોંગ્રેસ કરશે વિરોધ! મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં મળી હતી બેઠક


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-24 10:07:27

મોદી અટકને લઈ રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદન પર સુરત કોર્ટે ચૂકાદો આપ્યો હતો. જેમાં રાહુલ ગાંધીને દોષિત ગણાવ્યા હતા. બે વર્ષ સજાની જોગવાઈ કરવામાં આવી હતી. કોર્ટે સજા સામે અપીલ કરવા માટે રાહુલ ગાંધીને શરતી જામીન આપ્યા છે. કોર્ટના નિર્ણય બાદ કોંગ્રેસના  નેતાઓ એક્ટિવ મોડમાં આવી ગયા છે. કોંગ્રેસના નેતાઓએ મહત્વપૂર્ણ બેઠકો યોજી હતી. દિલ્હીના કોંગ્રેસ મુખ્ય કાર્યાલય ખાતે સાંજના સમયે મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે જેમાં આ અંગે આગળ કેવી રીતે વધવું તે માટે રણનીતિ ઘડવામાં આવશે.   


સુરત કોર્ટે માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને દોષી ગણાવ્યા 

ગઈ કાલે સુરતની કોર્ટે ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ આપેલા ભાષણને લઈ પોતાનો ચૂકાદો આપ્યો હતો. કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા છે ઉપરાંત બે વર્ષની સજા પણ સંભળાવી છે. જે બાદ કોંગ્રેસના નેતાઓ લડી લેવાના મૂડમાં આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે. રાહુલ ગાંધીના સપોર્ટમાં કોંગ્રેસના નેતાઓ આવી ગયા હતા. આ મુદ્દે આગળ કેવી રીતે વધવું તે માટે મલ્લિકાર્જુન ખડગેના ઘરે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવામાં આવી હતી. 



સોમવારે અનેક રાજ્યોમાં કોંગ્રેસ કરશે પ્રદર્શન 

ગુરૂવારે મલ્લિકાર્જુન ખડગેના ઘરે કોંગ્રેસના નેતાઓની બેઠક બોલાવામાં આવી હતી જેમાં કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓ સામેલ હતા. આ બેઠક લગભગ એક કલાક સુધી ચાલી હતી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે શુક્રવારે વિજય ચોકમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. ઉપરાંત સોમવારે દિલ્હી સહિત દેશના અનેક રાજ્યોમાં આ વાતને લઈ વિરોધ કરવામાં આવશે. 


રાષ્ટ્રપતિ સાથે પણ કરી શકે છે મુલાકાત 

રાહુલ ગાંધીને આપવામાં આવેલી સજાને કોંગ્રેસ રાજનૈતિક મુદ્દો બનાવવાની તૈયારી કરી રહી છે. આ મુદ્દાને લઈ આવનાર સમયમાં સમગ્ર દેશમાં પ્રદર્શન કરવામાં આવી શકે છે તેવું લાગી રહ્યું છે. રાહુલ ગાંધીને મળેલી સજાને ધ્યાનમાં રાખી કોંગ્રેસના નેતાઓએ મહત્વપૂર્ણ બેઠકો પણ યોજી હતી ઉપરાંત મળતી માહિતી અનુસાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પણ મુલાકાત કરવાના છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?