કોંગ્રેસ મોરબી હોનારતમાં મૃત્યુ પામેલા લોકોને પાઠવશે શ્રદ્ધાંજલિ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-10-31 13:31:49

ગુજરાતમાં હાલ ચૂંટણીનો માહોલ જામ્યો છે. દરેક પાર્ટી પોતાના પ્રચાર માટે અનેક રેલીઓ કાઢતી હોય છે. પરંતુ પ્રચારના સમય દરમિયાન મોરબીમાં દુર્ઘટના સર્જાઈ છે. જેને કારણે પાર્ટીઓએ પોતાના કાર્યક્રમોને રદ્દ કરી દીધા છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની આત્માને શાંતિ મળે તે માટે કોંગ્રેસે કેન્ડલ માર્ચનું આયોજન કર્યું છે. જે અંતર્ગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ગુજરાતના તમામ જીલ્લા મથકેથી કેન્ડલ માર્ચ નીકાળવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

 
કેન્ડલ માર્ચ કરી મૃતકોને પાઠવશે શ્રદ્ધાંજલિ

મોરબી ખાતે બનેલી દુર્ઘટનાને કારણે આખું ગુજરાત શોકમાં ડૂબી ગયું છે. આ ઘટનાએ દરેકને કંપાવી નાખ્યા છે. અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મૃત્યુઆંક સતત વધી રહ્યો છે ત્યારે મોરબી ઝુલતા પુલ હોનારતમાં મૃત્યુ પામેલા લોકોની આત્માને શાંતિ મળે તે માટે કોંગ્રેસે કેન્ડલ માર્ચનું આયોજન કર્યું છે. આ ઘટનાને પગલે કોંગ્રેસે પરિવર્તન સંકલ્પ યાત્રાને પણ મોકૂફ રાખી છે. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...