Gujaratમાં ઓગસ્ટ મહિનામાં કોંગ્રેસ યોજશે ન્યાયયાત્રા, રાહુલ ગાંધી આવી શકે છે ગુજરાત, જીગ્નેશ મેવાણીએ કરી પ્રેસ કોન્ફરન્સ


  • Published By :
  • Published Date : 2024-08-06 16:56:02

ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં ન્યાય યાત્રા યોજવામાં આવશે. મોરબી ઝુલતો પુલ, રાજકોટ આગ દુર્ઘટના, વડોદરા હરણી તળાવ કાંડ, સુરત તક્ષશિલા આગ કાંડ જેવી ઘટનામાં પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવશે. આ ન્યાય યાત્રામાં લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી પણ સામેલ થઈ શકે છે.

ઓગસ્ટ મહિનામાં કોંગ્રેસ કાઢશે ન્યાય યાત્રા 

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા બે ભાગમાં ન્યાય યાત્રાનું આયોજન થશે. પ્રથમ ન્યાય યાત્રા ઓગસ્ટના બીજા સપ્તાહમાં મોરબીથી શરૂ થશે. 9 ઓગસ્ટથી આ ન્યાય યાત્રાનો રૂટ મોરબીથી રાજકોટ, ચોટીલા અને વિરમગામ સુધીનો રહેશે. કોંગ્રેસ દ્વારા રાજકોટ ગેમ ઝોન આગકાંડ, મોરબી ઝુલતા પુલ દુર્ઘટના અને થાન સહિતના પીડિતોને ન્યાય અપાવવા માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવશે. જ્યારે બીજા તબક્કાની ન્યાય યાત્રાની શરૂઆત સુરતથી કરવામાં આવશે. 22-23 ઓગસ્ટ સુધી આ ન્યાય યાત્રા ચાલશે.. 



રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે આ ન્યાય યાત્રામાં 

ગુજરાત કોંગ્રેસ દ્વારા આ ન્યાય યાત્રામાં સામેલ થવા માટે લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીને આમંત્રણ આપવામાં આવશે. મહત્વનું છે કે ગુજરાતમાં મોરબીમાં ઝુલતો પુલ ધરાશાયી થયો હતો. આ દુર્ઘટનામાં 130 કરતા વધુ લોકોના મોત થયા હતા. તો રાજકોટમાં ગેમઝોનમાં અચાનક આગ લાગી હતી. આ દુર્ઘટનામાં પણ 27 લોકોના મોત થયા હતા. ઉપરાંત સુરતમાં તક્ષશિલા આગકાંડમાં પણ લોકોના મોત થયા હતા.



આ ન્યાય યાત્રામાં અનેક દુર્ઘટનાના પીડિતો જોડાશે!

રાજકોટ અગ્નિકાંડ, હરણી બોટકાંડ, મોરબી બ્રિજકાંડ, તક્ષશિલા અગ્નિકાંડ અને ઉના કાંડના પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા આ ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીથી આ ન્યાય યાત્રાની શરૂઆત થશે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે