UPની આ 17 બેઠકો પર કોંગ્રેસ ચૂંટણી લડશે, સપા સહિત INDIA ગઠબંધનના અન્ય પક્ષોને મળી 63 સીટ


  • Published By :
  • Published Date : 2024-02-21 19:01:27

ઉત્તર પ્રદેશની લોકસભા ચૂંટણીમાં વિપક્ષનું ચિત્ર હવે અમુક અંશે સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે. વિપક્ષી ગઠબંધન તૂટવાના મીડિયા રિપોર્ટ વચ્ચે હવે બંને પક્ષો એકસાથે આવતા જણાય છે. હવે અખિલેશની સાથે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પણ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ ચૂંટણી મેદાનમાં ગર્જના કરતા જોવા મળશે. હાલમાં, અખિલેશ યાદવ યુપીના રાજકીય મેદાન પર ભાજપની સામે એકલા હાથે લડતા જોવા મળ્યા હતા. પરંતુ, હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. બુધવારે સાંજે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે ગઠબંધનની ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી. યુપી કોંગ્રેસના પ્રભારી અવિનાશ પાંડે અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય રાય અને સપાના રાજેન્દ્ર ચૌધરી અને પ્રદેશ અધ્યક્ષ નરેશ ઉત્તમ પટેલે સંયુક્ત પત્રકાર પરિષદમાં ગઠબંધનની જાહેરાત કરી હતી.




કોંગ્રેસ UPમાં આ 17 સીટો પર ચૂંટણી લડશે


ઉત્તર પ્રદેશની 17 બેઠકો જેના પર કોંગ્રેસ લોકસભા ચૂંટણી લડશે. તેમાં રાયબરેલી, અમેઠી, કાનપુર નગર, ફતેહપુર સિકરી, બાંસગાંવ, સહારનપુર, પ્રયાગરાજ, મહારાજગંજ, વારાણસી, અમરોહા, ઝાંસી, બુલંદશહર, ગાઝિયાબાદ, મથુરા, સીતાપુર, બારાબંકી, દેવરિયાનો સમાવેશ થાય છે.


ચંદ્રશેખર આઝાદ પણ ઝંપલાવશે


સપા અને કોંગ્રેસે નક્કી કર્યું છે કે લોકસભાની 80 સીટોમાંથી કોંગ્રેસ 17 સીટો પર ચૂંટણી લડશે અને બાકીની 63 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખશે. એવું માનવામાં આવી રહ્યું છે કે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદ 62 સીટો પર અને આઝાદ સમાજ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદ એક સીટ પર ચૂંટણી લડશે. ચંદ્રશેખર આઝાદ  મધ્ય પ્રદેશની ચૂંટણીમાં ખજુરાહો પર સપા એક સીટ પર ચૂંટણી લડશે. MPમાં બાકીની બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોને સમર્થન આપશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?