ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. દરેક પાર્ટી પોતાના પ્રચારમાં વ્યસ્ત થઈ ગઈ છે. ત્યારે કોંગ્રેસ આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાની છે. ચૂંટણી ઢંઢેરો જાહેર કરે તે પહેલા ટ્વિટર પર એક વિડીયો શેર કર્યો છે જેમાં કોંગ્રેસે લખ્યું છે કે જન-જનની સમસ્યાનું નિવારણ અને સૌની ખુશહાલી એટલે કોંગ્રેસનું ઘોષણા પત્ર.
મતદારોને રિઝવવાનો કોંગ્રેસ કરશે પ્રયાસ
વિધાનસભા ચૂંટણી નજીક આવતા દરેક પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધી છે. કોંગ્રેસ ત્રણ વખત લિસ્ટ બહાર પાડી ઉમેદવારોના નામની ઘોષણા કરી છે જ્યારે ભાજપે પણ 166 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ત્યારે કોંગ્રેસ આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાની છે. જેમાં ખેડૂતોની દેવા માફી, 500 રૂપિયામાં ગેસનો બાટલો, તેમજ 300 યુનિટ વીજળી ફ્રીના વાયદાઓ આપવામાં આવ્યા છે.
"કોંગ્રેસ જનઘોષણા પત્ર 2022 જનતાની સરકાર'થી ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાની છે. ચૂંટણી માટે રાહુલ ગાંધી દ્વારા અપાયેલા વચનો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. કોંગ્રેસ પોતાના આ વચનો સાથે ચૂંટણી મેદાનમાં ઉતરી છે. કયા ઉમેદવારને ટિકિટ આપવામાં આવસે તે અંગે સૌ કોઈને આતુરતા રહે છે. ત્યારે કોંગ્રેસ બાકી રહેલા ઉમેદવારોના નામની ક્યારે જાહેરાત કરશે તેની પર સૌની નજર રહેશે.