કોંગ્રેસનો કકળાટ , જમાલપુર-ખાડિયા બેઠક પરથી ઇમરાન ખેડાવાલાને રિપિટ કરાતા વિરોધ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-14 13:07:54

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે ત્યારે ઉમેદવારના નામ એક બાદ એક જાહેર થઈ રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહ્યાં છે. આ દરમ્યાન હવે અમદાવાદની જમાલપુર ખાડિયા બેઠક પરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, કોંગ્રેસે જમાલપુર-ખાડિયા બેઠક પર ઈમરાન ખેડાવાલાને ફરી રિપીટ કરતાં હવે કકળાટ સામે આવ્યો છે. 


કોંગ્રેસએ ગઈ કાલે રાતે મોડી સાંજે ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી હતી. જોકે ઉમેદવાર જાહેર થતા કોંગ્રેસમાં કકળાટ સામે આવ્યો છે. જેમાં જમાલપુર ખાડિયામાં ઇમરાન ખેડાવાલાને ટિકિટ મળતા વિરોધ થયો છે. વિગતો મુજબ NSUIના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આ વાત આટલે થી નહીં અટકતા નારાયણ ભરવાડ, સંજય સોલંકી સહિતના કાર્યકરોએ રાજીનામા પણ આપી દીધા છે. 


હવે બનશે નવા સમીકરણ !!!


જમાલપુર ખાડિયામાં શાહનવાઝ અને ઇમરાન ખેડાવાલા ગ્રુપ વોર ચાલતા હવે વિરોધ વધ્યો છે.  જમાલપુર ખાડિયામાં ઇમરાન ખેડાવાલાને ટિકિટ મળતા NSUIના કાર્યકરો દ્વારા વિરોધ કરાયા બાદ અનેક કાર્યકરોએ રાજીનામાં આપી દીધા છે. જેને લઈ હવે સંજય સોલંકી જમાલપુર ખાડિયાથી અપક્ષ ઉમેદવારી નોંધાવશે. આ સાથે આજે NSUI કાર્યકરો પ્રદેશ કાર્યાલય પર વિરોધ કરશે. 





21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.