ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ઘણા સમયથી ટ્વિટર વોર ચાલી રહ્યો છે. ડિજિટલ માધ્યમથી પાર્ટી એક બીજા પર પ્રહાર કરી રહી છે. ત્યારે કુશ્તીબાજોને લઈ કોંગ્રેસ દ્વારા એક ટ્વિટ કરવામાં આવ્યું છે જેમાં કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાનીનો ફોટો શેર કર્યો હતો. ફોટો શેર કર્યો હતો જેમાં લખવામાં આવ્યું ગુમશુદા (ખોવાયેલા). તસવીરમાં સ્મૃતિ ઈરાનીનો ફોટો છે અને નીચે તેમનું પદ લખવામાં આવ્યું છે. આનો જવાબ સ્મૃતિ ઈરાનીએ પોતે આપ્યો છે. પોતાના જવાબમાં રાહુલ ગાંધીને લઈ પ્રહાર કર્યા હતા.
સ્મૃતિ ઈરાનીનો ફોટો કોંગ્રેસે કર્યો શેર!
સ્મૃતિ ઈરાનીનો ફોટો શેર કરવા પાછળ એવું લાગી રહ્યું છે કે કુસ્તીબાજોને લઈ કરવામાં આવ્યું હોય. બ્રિજભૂષણ સિંહ વિરૂદ્ધ પહેલવાનો ધરણા કરી રહ્યા છે. પોસ્કો એક્ટ હેઠળ બ્રિજભૂષણસિંહ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. મહત્વનું છે મહિલા અને બાળ વિકાસ મંત્રીનું પદ સંભાળી રહેલા સ્મૃતિ ઈરાનીએ આ મામલે મૌન સાધ્યું છે. અનેક નેતાઓએ કુસ્તીબાજો સાથે વાત કરી હતી પરંતુ આ મામલે સરકારના મંત્રી જવાબ આપવાનું ટાળી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
રાહુલ ગાંધી પર સ્મૃતિ ઈરાનીનો કટાક્ષ!
કોંગ્રેસ દ્વારા કરવામાં આવતા ટ્વિટનો જવાબ ભાજપ દ્વારા કરવામાં આવતો હોય છે. પરંતુ આ વખતે જવાબ સ્મૃતિ ઈરાનીએ પોતે આપ્યો છે. મિસિંગ વાળી ટ્વિટ પર જવાબ આપતા સ્મૃતિ ઈરાનીએ લખ્યું કે હે દૈવી રાજકીય જીવ, હું હમણાં જ સિરસિરા ગામ, વિધાનસભા સલૂન, લોકસભા અમેઠીથી ધુરણપુર તરફ નીકળ્યો છું. જો ભૂતપૂર્વ સાંસદની શોધમાં હોય તો કૃપા કરીને અમેરિકાનો સંપર્ક કરો.સ્મૃતિ ઈરાનીનો ફોટો સિવાય વધુ એક ફોટો કોંગ્રેસ દ્વારા શેર કરવામાં આવ્યો છે. એમાં લખવામાં આવ્યું છે બેટી બચાઓ.
કુસ્તીબાજોએ સ્મૃતિ ઈરાનીને લખ્યો પત્ર!
વિરોધ પ્રદર્શન કરવાને ઘણો સમય વીતિ ગયો છે પરંતુ કોઈ પગલાં નથી લેવામાં આવ્યા. પોતાને ન્યાય મળે તે માટે કુસ્તીબાજોએ સ્મૃતિ ઈરાનીને પત્ર મોકલ્યો છે. આ સિવાય પત્ર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણને પણ મોકલવામાં આવ્યો છે. પરંતુ આ મામલે મંત્રી દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. પહેલવાનો પોતાના મેડલ ગંગામાં વહાવાના હતા પરંતુ અંતિમ ક્ષણે નિર્ણયને કેન્સલ કરવામાં આવ્યો હતો. સરકારને પાંચ દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. ત્યારે જોવાનું એ રહ્યું કે આ મામલે આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે.