ગુજરાત વિધાનસભા ચૂંટણીને કોંગ્રેસે ગંભીરતાથી લીધી, પ્રચારના કર્યા શ્રીગણેશ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 10:24:31

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા પોતાની પાર્ટીનો પ્રચાર કરવા રાજકીય પ્રાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ભાજપ અને આમ આદમી પાર્ટી પોતાનો પ્રચાર જોર શોરથી કરી રહી છે. પાર્ટીના કદાવર નેતા ગુજરાત આવી પ્રચાર કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસે પણ ચૂંટણીને ગંભીરતાથી લીધી છે. ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરવા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તેમના પ્રવાસનો આજે બીજો દિવસ છે.

 

ગેહલોતે ભાજપ સરકારને લીધી આડેહાથ   

પોતાના પ્રવાસના પ્રથમ દિવસે અશોક ગેહલોતે રાધનપુર ખાતે કોંગ્રેસ દ્વારા આયોજીત મહાસંમેલનમાં ભાગ લીધો હતો. મહાસંમેલનમાં ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોર, સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર તેમજ રાધનપુરના ધારાસભ્ય ઉપસ્થિત હતા. અશોક ગેહલોતે અનેક મુદ્દાને લઈ ભાજપ સરકારને ઘેરી હતી. ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે સ્થિતિ એટલી વણસી ગઈ હતી કે ભાજપે પોતાની સરકાર બદલવી પડી હતી. 


અલ્પેશ ઠાકોરને ટિકિટ આપવી એ મોટી ભૂલ હતી - ગેહલોત 

અશોક ગેહલોતે વધુમાં જણાવ્યું કે, વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરને ટિકિટ આપવી એ મારી સૌથી મોટી ભૂલ હતી. રઘુભાઇ 2017થી જ ટિકિટના સાચા દાવેદાર હતા, પણ બાય ઇલેક્શનમાં તમે રઘુભાઈને જીતાડી રાધનપુરની જનતાએ ખુબજ સુંદર કામ કર્યું છે. 

Ahead of polls, Cong wants Alpesh Thakor disqualified | Deccan Herald

સરકાર ફેલ જતા મુખ્યમંત્રી બદલવા પડ્યા - ગેહલોત

વધુમાં તેમણે જણાવ્યું કે ભાજપ સરકારના શાસનમાં દેશની હાલત ખરાબ થઈ ગઈ છે. ભાજપ સરકારમાં ઘમંડ છે ત્યારે ગુજરાત ભાજપને સબક શીખવાડશે. કોરોના સમયને યાદ કરતા તેમણે કહ્યું કે ગુજરાતમાં કોરોનાને કારણે ભાજપે પોતાની સરકાર બદલવી પડી હતી. ઓક્સિજન વિના લોકો મરી રહ્યા હતા. સરકાર ફેલ જતા મુખ્યમંત્રીને બદલી દેવા પડ્યા. અશોક ગેહલોતે કહ્યું કે જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો રાજસ્થાનમાં ચાલતી તમામ લોક ઉપયોગી યોજનાઓ ગુજરાતમાં પણ લાવવામાં આવશે. ભાજપની સાથે સાથે અશોક ગેહલોતે આમ આદમી પાર્ટી પર અને અરવિંદ કેજરીવાલ પર પણ પ્રહાર કર્યા હતા.  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.