દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે. વધતી મોંઘવારીને કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ ગયું છે. ત્યારે પરોઠા પર GST લગાવી દેવામાં આવ્યો છે. રોટલી અને પરોઠામાં ભેદ છે એમ કહીં તેના પર 18 ટકા ટેક્સ લગાવી દેવામાં આવ્યો છે. ત્યારે આ વાતનો વિરોધ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ આ નિર્ણયને જન વિરોધી નિર્ણય ગણાવ્યો હતો.
કેન્દ્રની ભાજપ સરકારનો વધુ એક જન વિરોધી નિર્ણય - કોંગ્રેસ
વધતી મોંઘવારી પર ટિપ્પણી આપતા તેમણે કહ્યું કે કેન્દ્રની ભાજપ સરકારનો વધુ એક જન વિરોધી નિર્ણય છે. જે રીતે પહેલા દૂધ, છાસ અને જીવન જરૂરિયાત વસ્તુ પર જીએસટી લગાવી દેવામાં આવ્યું છે. જીવન જરૂરી વસ્તુ પર 5 ટકા જીએસટી લગાવવાને બદલે 12થી 15 ટકા કરી મોંઘવારીનો વધારો કર્યો છે.
સરકારે બુદ્ધિનું દેવાળું કાઢ્યું: મનીષ દોશી
વધુમાં તેમણે કહ્યું કે ટેક્સના નામે લુંટ, જીએસટીના નામે લૂંટ થઈ રહી છે. સામાન્ય માણસને જીવવું મુશ્કેલ થઈ ગયું છે. મોંઘવારી અને બેરોજગારી આસમાને છે. આ સંજગોની અંદર સરકારે જનતાને વધુ એક માર આપ્યો છે. તે છે પરોઠા પર 18 ટકા જીએસટી. મને લાગે છે કે સરકારે બુદ્ધિનું દેવાળું કાઢ્યું છે.