ગુજરાતની રાજનીતિ તો ગરમાઈ રહી છે પરંતુ હિમાચલ પ્રદેશની રાજનીતિ પણ ગરમાઈ રહી છે. હિમાચલ પ્રદેશમાં મુખ્યમંત્રીની ખુરથી ખતરામાં છે તેવું લાગી રહ્યું છે. સીએમની ખુરશી પર સંકટ તોળાઈ રહ્યું છે તે બધા વચ્ચે એવી માહિતી સામે આવી છે કે વીરભદ્ર સિંહના દીકરા વિક્રમાદિત્યસિંહે મંત્રી પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. મીડિયા રિપોર્ટ અનુસાર વિક્રમાદિત્ય સિંહે જાણકારી આપી છે કે રાજીનામા અંગેની માહિતી તેમણે પ્રિયંકા ગાંધી તેમજ મલ્લિકાર્જુન ખડગેને આપી દીધી છે. તેમણે કહ્યું કે કોઈ વખત કઠોર નિર્ણય લેવા પડે છે.
રાજીનામા અંગે મુખ્યમંત્રીએ કહી આ વાત!
સુખુ સરકાર પર ખતરો મંડળાઈ રહ્યો હતો. એક તરફ સુખવિંદર સુખુના રાજીનામા અંગે વાત ચાલી રહી છે, અટકળો ચાલી રહ્યા છે તો બીજી તરફ રાજીનામે લઈ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ પ્રતિક્રિયા આપી છે. હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદર સિંહ સુખુએ કહ્યું, "ન તો કોઈએ મારું રાજીનામું માંગ્યું છે અને ન તો મેં કોઈને રાજીનામું આપ્યું છે. અમે બહુમત સાબિત કરીશું. અમે જીતીશું, હિમાચલના લોકો જીતશે..."
રાજીનામું આપતી વખતે કહ્યું કે...
હિમાચલ પ્રદેશની રાજનીતિમાં મોટી ઉથલ પાથલ જોવા મળી રહી છે. ગઈકાલે રાજ્યસભામાં ભાજપને જીત હાંસલ થઈ છે અને બીજી તરફ સુખુ સરકાર પર સંકટના વાદળ ઘેરાઈ રહ્યા છે. કોંગ્રેસની ચિંતા પણ વધી જ્યારે કેબિનેટ મંત્રી વિક્રમાદિત્ય સિંહે સુખુ સરકારમાં મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું. વિક્રમાદિત્યસિહે રાજીનામું આપવાની જાહેરાત કરી છે. રાજીનામું આપતી વખતે તેમણે નિવેદન પણ આપ્યું છે. તેમણે કહ્યું કે ઘણા ધારાસભ્યો મુખ્યમંત્રીના કામકાજથી નારાજ હતા અને હવે સ્થિતિ યોગ્ય નથી. હાલની સ્થિતિમાં આ સરકારમાં ચાલુ રહેવું મારા માટે યોગ્ય નથી, તેથી હું મંત્રી પદ પરથી રાજીનામું આપી રહ્યો છું. હું આવનારા સમયમાં વધુ પગલાઓ પર વિચાર કરીશ. મહત્વનું છે કે ભાજપના 15 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.