અદાણી ગ્રુપને લઈ કોંંગ્રેસે સાધ્યું ભાજપ પર નિશાન, જીજ્ઞેશ મેવાણીએ કહ્યું આ સ્કેમ દુનિયાના ઈતિહાસનું સૌથી મોટું કોર્પોરેટ સ્કેમ છે


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-04 18:39:53

અદાણી ગ્રુપને લઈ હિંડનબર્ગનો રિપોર્ટ સામે આવ્યો હતો જેને લઈ અદાણીની સંપત્તિમાં ઘટાડો થયો છે. અદાણી ગ્રુપમાં સરકારની અનેક સંસ્થાઓએ રોકાણ કર્યું હતું. આ વાતને લઈ કોંગ્રેસે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં જિજ્ઞેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા હતા. પ્રેસ કોન્ફરન્સ કરી જીજ્ઞેશ મેવાણીએ કહ્યું કે હિંડનબર્ગ રિપોર્ટ અદાણીનું જે કૌભાંડ ઊંઘાડું કર્યું કે કદાચ ગુજરાત કે ભારત નહીં પરંતુ કદાચ દુનિયાના ઈતિહાસના સૌથી મોટા કોર્પોરેટ સ્કેમ પૈકીનું એક છે.

  

કોંગ્રેસે અદાણી મુદ્દે કરી પ્રેસ કોન્ફરન્સ 

થોડા સમય પહેલા અમેરિકન કંપની હિંડનબર્ગનો અદાણી ગ્રુપને લઈ રિપોર્ટ સામે આવ્યો હતો જેને કારણે અદાણી ગ્રુપને લાખો કરોડોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. શેરોની કિંમતમાં પણ એકાએક ઘટાડો થયો હતો. આ મુદ્દાને લઈ સંસદમાં પણ વિપક્ષ દ્વારા હંગામો કરવામાં આવ્યો હતો ત્યારે આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા આ મુદ્દાને લઈ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં જીજ્ઞેશ મેવાણીએ ભાજપ અને નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતા. 


સૌથી મોટું કોર્પોરેટ સ્કેમ - મેવાણી 

અદાણી મુદ્દે જીજ્ઞેશ મેવાણીએ કહ્યું કે હિંડનબર્ગ રિપોર્ટ અદાણીનું જે કૌભાંડ ઉઘાડું કર્યું છે એ કદાચ ગુજરાત કે ભારત નહીં પરંતુ કદાચ દુનિયાના ઈતિહાસના સૌથી મોટા કોર્પોરેટ સ્કેમ પૈકીનું એક છે. હજુ સુધી ઈકોનોમીને સમજનારા લોકો હજૂ અવઢવમાં છે કે આ પાંચ લાખ કરોડનું કૌભાંડ છે કે 10 લાખ કરોડનું કૌભાંડ છે કે 20 લાખ કરોડનું કૌભાંડ છે. રિપોર્ટના કારણે દેશના અર્થતંત્ર પર મોટું સંકટ આવી પડ્યું છે. 


33 જિલ્લાઓમાં કોંગ્રેસ કરશે વિરોધ પ્રદર્શન

તે સિવાય જીજ્ઞેશ મેવાણીએ આગળ કહ્યું કે આ મામલે SEBI બે વર્ષથી તપાસ કરે છે, તેનો રિપોર્ટ જાહેર કરાયો નથી. આ મામલે ઈડી પણ નથી બોલતી. સીબીઆઈ પણ આ મામલે ચૂપ છે. કોંગ્રેસ સહિત તમામ વિપક્ષની માગ છે કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની દેખરેખમાં સંપૂર્ણ તપાસ થાય. ગુજરાત તેમજ ભારત સરકાર લોકોને આશ્વસ્ત કરે કે એલઆઈસી કે બેંકોમાંથી કોઈનો પણ એક રુપિયો ડૂબશે નહી. સમગ્ર કૌભાંડની વિરૂદ્ધમાં કોંગ્રેસ 6 ફેબ્રુઆરીએ તમામ 33 જિલ્લામાં વિરોધ પ્રદર્શન કરશે.       




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?