ભારતની રાજધાની દિલ્હીમાં જી-20ની સમિટ થઈ રહી છે. વિદેશી નેતાઓ, મંત્રીઓ ભારતના મહેમાન બન્યા છે. કેન્દ્ર સરકારને કોંગ્રેસ અનેક વખત ઘેરવાનો પ્રયાસ કરતી હોય છે. ત્યારે જી-20 મુદ્દાને લઈને પણ કોંગ્રેસે ઘેરવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસે પોતાના સોશિયલ મીડિયા પર અનેક વીડિયો શેર કર્યા જેમાં કહેવામાં આવ્યું છે, એવો દાવો કરવામાં આવ્યો છે કે ભારત સરકાર આપણા લોકોને અને જાનવરોને છુપાવી રહી છે. આપણા મહેમાનોની સામે ભારતની વાસ્તવિક્તા છુપાવવાની જરૂર નથી.
સરકાર આપણા લોકોને અને જાનવરોને છૂપાઈ રહી છે - કોંગ્રેસ
કેન્દ્ર સરકાર પર ફરી એક વખત કોંગ્રેસે આકરા પ્રહારો કર્યા છે. અનેક મુદ્દાઓને લઈ કોંગ્રેસ ભાજપ પર નિશાન સાધતી હોય છે. ત્યારે હાલ જી-20ને લઈ કોંગ્રેસ આક્રામક દેખાઈ રહી છે. દેશની ધરા પર અનેક વિદેશી નેતાઓ આવ્યા છે. વિદેશથી અનેક નેતાઓ જી-20માં સામેલ થવા ભારત આવ્યા છે. દિલ્હીમાં ઘણા સમયથી જી-20ને લઈ તડામાર તૈયારી કરવામાં આવી હતી. ત્યારે રસ્તા પર અનેક કપડા લગાવવામાં આવ્યા છે. ત્યારે રસ્તા પર લાગેલા આ કપડાને લઈ કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસનું કહેવું છે કે સરકાર આપણા લોકોને અને જાનવરોને છુપાવી રહી છે. આપણા મહેમાનોની સામે ભારતની વાસ્તવિક્તા છુપાવવાની જરૂર નથી.
કોંગ્રેસે જાનવરોને લઈને કર્યો દાવો
તે સિવાય પણ કોંગ્રેસે એક દાવો કર્યો છે કે રસ્તા પર ફરતા કૂતરાઓને પણ ઢસેડવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય નેતાઓના આગમન પહેલા કૂતરાઓને બહેરીમીથી ઢસેડવામાં આવ્યા અને પાંજરે પૂરવામાં આવ્યા. જે કૂતરાઓને પૂરવામાં આવ્યા છે તેમને સારી રીતે પાણી નથી આપવામાં આવતું અને ખાવાનું પણ નથી આપવામાં આવતું.