ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. ભાજપને અંદાજીત 150 સીટ મળી છે જ્યારે કોંગ્રેસને માત્ર 16 સીટો જ મળી છે. ભાજપ પોતાનો જ રેકોર્ડ આ વખતે તોડી રહી છે. આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ છે. ત્યારે કોંગ્રેસના આ નેતાઓની જીત થઈ છે.
ગેનીબેન ઠાકોરે વાવ બેઠક પરથી મેળવી જીત
નવસારીના વાંસદાથી કોંગ્રેસના અનંત પટેલનો વિજય થયો છે જ્યારે ભાજપના પીયૂષ પટેલ તેમજ આપના પંકજ પટેલની હાર થઈ છે. જો પોરબંદરની વાત કરીએ તો કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાની જીત થઈ છે જ્યારે ભાજપના બાબુ બોખરિયાની હાર થઈ છે અને આપના ઉમેદવાર જીવન જુંગીની પણ હાર થઈ છે. તળાજામાં કોંગ્રેસના કનુ બારૈયાની જીત થઈ છે જેમની સામે ભાજપમાંથી ગૌતમ ચૌહાણ હતા અને આપમાં લાલુબેન ચૌહાણ હતા. ફરી એક વખત વાવમાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોરનો વિજય થયો છે જ્યારે ભાજપના શંકર ચૌધરી હતા અને આપમાંથી વીરચંદ ચાવડા હતા.
જીજ્ઞેશ મેવાણીનો વડગામથી થયો વિજય
દાંતામાં કાંતિ ખરાડી જીત્યા છે, જ્યારે ભાજપના લાધુ પારઘી અને આપના એમ.કે.બોંબાડિયાને હારનો સામનો કરવો પડ્યો છે. વડગામમાં કોંગ્રેસના જીગ્નેશ મેવાણીએ ભાજપના મણિભાઈ વાઘેલા અને આપના દલપત ભાટિયાના હરાવ્યા છે. કાંકરેજમાંથી કોંગ્રેસના અમૃતભાઈ ઠાકોરે ભાજપ અને આપના ઉમેદવારને પરાસ્ત કર્યા છે. ભાજપના કીર્તિસિંહ વાઘેલા અને આપના મૂકેશ ઠક્કરને હરાવ્યા છે. જ્યારે ચાણસ્મામાં કોંગ્રેસના દિનેશ ઠાકોરની જીત થઈ છે જ્યાં તેમણે દિલીપ ઠાકોર અને વિષ્ણુ પટેલની હાર થઈ છે. પાટણમાં કોંગ્રેસના કિરીટ કુમાર પટેલે ભાજપના રાજુલ દેસાઈ અને આપના લાલેશ ઠક્કરને હરાવ્યા છે. વીજાપુરમાં કોંગ્રેસના સી.જે ચાવડા જીત્યા છે જ્યારે રમણ પટેલ અને ચિરાગ પટેલ આ બેઠક પરતી હાર્યા છે. જમાલપુર ખાડિયામાં ઈમરાન ખેડાવાલાએ ભાજપના ભૂષણ ભટ્ટ અને આપના હારુન નાગોરીને હરાવ્યા છે.
શૈલેષ પરમારનો દાણીલીમડાથી મેળવી જીત
દાણીલીમડામાં કોંગ્રેસના શૈલેષ પરમારનો વિજય થયો છે જ્યારે ભાજપના નરેશ વ્યાસ અને આપના દિનેશ કાપડિયાનો પરાજય થયો છે. ખંભાતમાં કોંગ્રેસના ચીરાગ પટેલે ભાજપના મહેશ રાવલ અને આપના ભરત ચાવડાને હરાવીને બેઠક પોતાને નામ કરી છે. આંકલાવમાં અમિત ચાવડાએ ભાજપના ગુલાબસિંહ પઢિયાર અને આપના ગજેન્દ્રસિંહને હરાવ્યા છે. ઉપરાંત લુણાવાડામાં કોંગ્રેસના ગુલાબસિંહ જીત્યા છે અને તેમણે ભાજપના જીજ્ઞેશ સેવક અને આપના નટવર સોલંકીને પણ હરાવ્યા છે