લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસે હમણાંથી શરૂ કરી તૈયારી?


  • Published By :
  • Published Date : 2022-11-03 18:33:54

2022ના અંતિમ મહિનાઓમાં 2 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ગુજરાત અને હિમાચલમાં ભલે વિધાનસભાને લઈ પ્રચાર થઈ રહ્યો હોય પરંતુ, તમામ પક્ષો હમણાંથી જ લોકસભાની ચૂંટણીને લઈ તૈયારીઓ કરી રહ્યા છે. 2024માં યોજાનારી ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષોએ હમણાંથી કમરકસી લીધી છે. એવું બનતું હોય છે જ્યારે ચૂંટણી આવવાની હોય ત્યારે મુખ્યત્વે પક્ષો એકબીજા પર પ્રહાર કરતી હોય છે. પરંતુ આ વખતે તો ચૂંટણી વગર કોંગ્રેસે આમ આદમી પાર્ટી અને ભાજપ પર પ્રહાર કર્યા છે. 


વીડિયો શેર કરી રાહુલ અને પીએમ વચ્ચે કરી તુલના 

કોંગ્રેસે અનેક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે વીડિયો શેર કર્યો છે જેમાં વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધી વચ્ચે તુલના કરવામાં આવી છે. વીડિયોમાં વડાપ્રધાન મોદીને અભિનેતા દર્શાવ્યા છે જ્યારે રાહુલ ગાંધીને જનનેતા દર્શાવ્યા છે.

 

પીએમને અભિનેતા અને રાહુલને જનનેતા તરીકે દર્શાવ્યા

નરેન્દ્ર મોદીને કેમેરાજીવી બતાવ્યા છે જ્યારે રાહુલ ગાંધીને જનનાયક બતાવ્યા છે. કોંગ્રેસ આ વીડિયો શેર કરી એવું બતાવવા માગતી હશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ધ્યાન હમેશાં કેમેરામેન પર હોય છે. ગમે તે કાર્યક્રમ હોય, ગમે તે જગ્યા હોય તેમનો ફોટો સારો આવો જોઈએ. જ્યારે રાહુલ ગાંધીને જનનાયક બતાવવાનો પ્રયત્ન કરવાની કોશિશ કરી છે. રાહુલ ગાંધીને લોકોની વચ્ચે બતાવી લોકોનો પ્રેમ મેળવતા દર્શાવવામાં આવ્યા છે. ભારત જોડો યાત્રા દરમિયાન અનેક લોકોની વચ્ચે રહી તેમણે લોકોની સમસ્યાને સાંભળી હતી.

 


પ્રદુષણને લઈ દિલ્હી સરકાર પર સાધ્યા નિશાન 

આમ આદમી પાર્ટી પર નિશાન સાધતા કોંગ્રેસે લખ્યું કે આમ આદમી પાર્ટીએ દિલ્હીને દુનિયાને સૌથી શુદ્ધ હવા વાળું શહેર બનાવીશું જ્યારે સત્તા પર આવ્યા પછી દિલ્હી દુનિયાનું સૌથી પ્રદુષિત શહેર થઈ ગયું છે. દિલ્હીમાં પ્રદુષણનું સ્તર સતત વધી રહ્યું છે. જેને કારણે હવાની Quality ખૂબ ગંદી થઈ ગઈ છે. લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?