કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલના આરોપ બાદ અંતે જાગ્યું અંબાજી મંદિર ટ્રસ્ટ, મંદિરના ગર્ભગૃહમાં VIP દર્શન બંધ કર્યા


  • Published By :
  • Published Date : 2023-09-08 19:19:29

ગુજરાતના સુપ્રસિદ્ધિ યાત્રાધામ અને સૌથી મોટા શક્તિપીઠ અંબાજી VIP દર્શનને લઈ કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે  અંબાજી વહીવટી તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. અંબાજીમાં VIP દર્શન થતા હોવાનો આક્ષેપ થતાં ચકચાર મચી ગઈ હતી. કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે રૂ.5 હજાર લઈ VIP દર્શનના આક્ષેપ કર્યા હતા. હેમાંગ રાવલે VIP દર્શનને લઈને આરોપ લગાવતા એક વીડિયો જાહેર કર્યો હતો, જે બાદ વહીવટીતંત્ર દોડતું થયું હતું. એક્શન મોડમાં આવેલા અંબાજી મંદિર ટ્રસ્ટે તાત્કાલિક પગલા ભરતા મંદિરમાં દાન રૂપે પાવતી લઈ થતા VIP દર્શન બંધ કરાવ્યા છે. 


હેમાંગ રાવલે શું આરોપ લગાવ્યા હતા?


યાત્રાધામ અંબાજી મંદિરમાં પણ VIP દર્શન થતા હોવાનું કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે આક્ષેપ કર્યો હતો જેને લઈને વિવાદ સામે આવતા અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મીડિયાને માહિતી અપાઈ હતી. અંબાજીની મુલાકાતે હેમાંગ રાવલ આવ્યા હતા અને આરોપ લગાવ્યા હતા. અંબાજી મંદિરના શક્તિદ્વાર પાસે વીઆઈપી પ્લાઝા આવેલું છે જેમાં ભક્તો દાન આપે તો તેને પ્રવેશ પાસ અપાય છે. અંબાજી મંદિરમાં VIP દર્શન માટે 5 હજાર રૂપિયા લેવાતા હોવાનો કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે આક્ષેપ કર્યા હતા. અંબાજી મંદિરમાં ગર્ભગૃહમાં દર્શન કરવા હોય તો 5 હજાર રૂપિયા ચૂકવવા પડે છે તેમ તેમણે જણાવ્યું હતું. આ મામલે અંબાજી મંદિરના વહીવટદાર સિદ્ધિ વર્માએ મીડિયાને માહિતી આપીને કોંગ્રેસના આ આક્ષેપો ફગાવ્યા હતા.


શું કહ્યું હતું અંબાજી મંદિરના વહીવટદાર સિદ્ધિ વર્માએ?


અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર સિદ્ધિ વર્માએ જણાવ્યું હતું કે, આ બે-ત્રણ દિવસથી અંબાજી મંદિરમાં VIP દર્શન માટે દાન સ્વરૂપે પૈસા સ્વીકારતા હોય એવી વાત જે છે એ મીડિયા સર્કલમાં ચાલી રહી છે. આ બાબતે સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું હતું કે "મંદિર તંત્ર તરીકે અમે સંપૂર્ણ રીતે આનું ખંડન કરીએ છીએ. મંદિરમાં બધાને લોકતાંત્રિક રીતે દર્શન કરવાનો સમાન અવસર મળે છે. આજ સુધી કોઈપણ નીતિ નિયમમાં કોઈ પણ ચાર્જ લઈને અહીંયા દર્શનની વ્યવસ્થાઓ ઊભી કરવામાં નથી આવી. અંબાજી મંદિરના શક્તિદ્વાર પાસે VIP પ્લાઝા છે ત્યાં પણ મંદિર તંત્રનો સ્ટાફ નિયમિત રૂપે બેસે છે અને ત્યાં યાત્રીકો સ્વેચ્છાથી જે પણ નાની મોટી રકમ લખાવવા માંગે છે ભેટ સ્વરૂપે લખાવીને દર્શન કરાવીએ છીએ. પણ જે 5000ની રકમનો અત્યારે ઉલ્લેખ ચાલી રહ્યો છે કે એને લઈને દર્શન કરવામાં આવે છે એ વાત બિલકુલ તથ્યહીન છે. આ વાતને લઇ અમે સંપૂર્ણ રીતે તેનું ખંડન કરીયે છીએ. આ ઉપરાંત આવનાર સમયમાં આ પ્રકારના કોઈ નિર્ણય લેવામાં આવશે અથવા તો બનાવવામાં આવશે તો એને યાત્રિકોની વિનંતીના આધારે જ કરવામાં આવશે."


અગાઉ મોહનથાળનો વિવાદ સામે આવ્યો હતો


અંબાજી મંદિર ખાતે અગાઉ મોહનથાળ નો વિવાદ આવ્યો હતો જેમા અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા વિવાદ સર્જાયો હતો. જેને લઈને ધાર્મિક સંસ્થાઓ અને લોકોએ આંદોલન કરવું પડ્યું હતું. જે બાદ કેટલીક સંસ્થાઓ અને ભક્તોએ તંત્ર સામે આંદોલન કરવું પડ્યું હતું.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?