ગુજરાતમાં ચૂંટણીની તારીખ આજે જાહેર થવાની છે. ચૂંટણી પંચ પત્રકાર પરિષદ કરી ચૂંટણીની તારીખ જાહેર કરવાની છે. કઈ તારીખે ચૂંટણી યોજાશે તેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસે એક ટ્વિટ કરી છે, જેણે બધાને વિચારવા મજબૂર કરી દીધા છે. ટ્વિટ કરી કોંગ્રેસે લખ્યું કે ચૂંટણી પંચ એક સ્વતંત્ર સંસ્થા છે. એ નિષ્પક્ષ ચૂંટણી કરાવે છે.
કોંગ્રેસે અનેક વખત ઉઠાવ્યા છે ચૂંટણી પંચ પર સવાલ
ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે. ગુજરાતમાં આવી અનેક દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસનો પ્રચાર કર્યો હતો. પોતાના ભાષણમાં કોંગ્રેસના અનેક નેતાઓએ ચૂંટણી પંચને લઈ નિવેદન આપ્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ ચૂંટણી પંચને લઈ ટિપ્પણી કરતા કહ્યું હતું કે ભાજપના ઈશારે ચૂંટણી પંચ કામ કરે છે. વધુમાં તેમણે કહ્યું હતું કે ચૂંટણી પંચ જાણી જોઈને ચૂંટણીની તારીખ જાહેર નથી કરી રહી. જ્યાં સુધી વડાપ્રધાન અને અમિત શાહના કાર્યક્રમો પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તારીખ જાહેર કરવામાં નહીં આવે.
અનેક લોકો કરી શકે છે કોંગ્રેસની વાતનું સમર્થન
ચૂંટણી પંચ જ્યારે તારીખ જાહેર કરવાની છે ત્યારે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આ ટ્વિટથી અનેક પ્રશ્ન ઉભા થાય છે. કોંગ્રેસે ટ્વિટ તો કર્યું પરંતુ તેની સાથે વાંદરાના ઈમોજી પણ મુક્યા છે. આ ઈમોજી ગાંધીજીના ત્રણ વાંદરાને દર્શાવે છે. હવે કોંગ્રેસ આવું લખીને શું કહેવા માગે છે તે આપણે બધા સમજી શકીએ છીએ. ચૂંટણી પંચને લઈ આવો વિચાર માત્ર કોંગ્રેસ જ કરે છે એવું નથી. અનેક લોકો પણ આ વાતને સમર્થન આપશે. ત્યારે Indirectly કહેલી વાતને લોકો સીધી રીતના સમજી જશે તેવું કોંગ્રેસનું માનવું છે.