જેમ જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસ પણ ચૂંટણીને ધ્યાનમાં રાખી પ્રચાર કરી રહ્યું છે. આમ આદમી પાર્ટી તેમજ ભાજપ બાદ કોંગ્રેસ ચૂંટણીને લઈ સક્રિય થયું છે. રાહુલ ગાંધી જ્યારે ગુજરાતમાં પ્રચાર માટે આવ્યા હતા ત્યારે તેમણે ગુજરાતની જનતાને 8 વચનો આપ્યા હતા. મતદારો સુધી 8 વચનો પહોંચવાનો પ્રયાસ કોંગ્રેસ કરી રહી છે. મારુ બુથ મારૂ ગૌરવ અભિયાન અંતર્ગત લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. જગદીશ ઠાકોરે પોતાના બુથ પરથી આ અભિયાનની શરૂઆત કરી છે.
મતદારો સુધી પહોંચવા કોંગ્રેસનો પ્રયાસ
ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે તેમ કોંગ્રેસ પણ પોતાનો પ્રચાર કરી રહી છે. રાહુલ ગાંધી જ્યારે ગુજરાતમાં આવ્યા હતા ત્યારે તેમણે ગુજરાતની જનતાને 8 વચનો આપ્યા હતા. લોકો સુધી આ 8 વચનો પહોંચાડવા માટે કોંગ્રેસે અભિયાનની શરુઆત કરી છે. વચનોની યાદી લોકો સુધી પહોંચાડવા માટે મેરા બુથ મેરા ગૌરવ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત 1 કરોડ 55 લાખ પરિવાર સુધી પહોંચવા કોંગ્રેસ પ્રયાસ કરી રહી છે.
ભાજપ અને આપ બાદ કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર
ગુજરાતમાં ભાજપ અને આપ બાદ કોંગ્રેસ પણ ચૂંટણી પ્રચાર કરવામાં પાછી પાની નથી કરી રહ્યું. અલગ-અલગ વચનો આપી મતદારોને પોતાની તરફ પાર્ટીઓ આકર્ષવાનો પ્રયત્ન કરી રહી છે. ગુજરાતના 1 કરોડ 55 લાખ પરિવાર સુધી કોંગ્રેસની વિચારધારા પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.