કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણનો કર્યો અસ્વિકાર, અયોધ્યા નહીં જાય સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે


  • Published By :
  • Published Date : 2024-01-10 18:01:32

અયોધ્યામાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે, આ માટે વિવિધ પાર્ટીઓના નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં કોંગ્રેસના અગ્રણી નેતા સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું હતું.  જો  કે હવે કોંગ્રેસ પાર્ટીએ એક નિવેદન દ્વારા જણાવ્યું છે કે કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણનો સન્માનપૂર્વક અસ્વિકાર કર્યો છે. 


આ નેતાઓ નહીં રહે ઉપસ્થિત


કોંગ્રેસના નેતા અને પૂર્વ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી તથા વર્તમાન અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં કોંગ્રેસ પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરી સહિતના નેતાઓ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે નહીં, 22 જાન્યુઆરીના રોજ યોજાનારા આ શાનદાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે આ નેતાઓને ખાસ આમંત્રણ પાઠવવામા આવ્યું હતું. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે એક નિવેદન દ્વારા કોંગ્રેસના નેતાઓના નિર્ણય અંગે જાણકારી આપી હતી. 

 

ધર્મ દરેકની અંગત બાબત


જયરામ રમેશે કોંગ્રેસના નેતાઓના નિર્ણય અંગે જણાવ્યું કે આપણા દેશમાં લાખો લોકો ભગવાન રામની પૂજા કરે છે, જો કે ધર્મએ દરેકની અંગત બાબત છે, આરએસએસ અને બિજેપીએ લાંબા સમયથી અયોધ્યામાં મંદિરને એક રાજકીય પ્રોજેક્ટ બનાવ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે બિજેપી અને RSSના નેતાઓ દ્વારા અધૂરા મંદિરનું ઉદઘાટન સ્પષ્ટપણે ચૂંટણી લાભ માટે  કરવામાં આવી રહ્યું છે, વર્ષ 2019ના સુપ્રીમ કોર્ટના ફેંસલાનું પાલન કરતા અને ભગવાન રામનું સન્માન કરતા લાખો લોકોની ભાવનાઓનું સન્માન કરતા મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, અને અધીર રંજન ચૌધરીએ સ્પષ્ટપણે RSS-બિજેપીના કાર્યક્રમના નિમંત્રણનું સન્માનપૂર્વક અસ્વિકાર કર્યું છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?