AAP અને Congressના ગઠબંધન વિશે કોંગ્રેસે આપી પ્રતિક્રિયા, ઈસુદાન ગઢવીને કોંગ્રેસના પ્રવક્તાએ આપી આ સલાહ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-08 16:52:02

ગઈકાલથી રાજકીય વર્તુળમાં એક ચર્ચા ચાલી રહી હતી કે ગુજરાત આમ આદમી પાર્ટી અને ગુજરાત કોંગ્રેસ ગઠબંધન કરી લોકસભા ચૂંટણી લડવાની છે. ઈસુદાન ગઢવી દ્વારા ગઈકાલે પ્રેસકોન્ફરન્સ કરી આ અંગેની માહિતી આપવામાં આવી હતી. પરંતુ આ મામલે કોંગ્રેસ દ્વારા કોઈ નિવદેન આપવામાં આવ્યું ન હતું, પરંતુ આજે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ ગઠબંધનને લઈ મોટો ખુલાસો કર્યો છે.    

આપ સાથેના ગઠબંધન પર કોંગ્રેસે તોડી ચૂપી

લોકસભા ચૂંટણીની તૈયારીઓ રાજકીય પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે. ચૂંટણી જીતવા અલગ અલગ રણનીતિ બનાવવામાં આવી રહી છે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી વિપક્ષી રાજકીય પાર્ટીઓએ ગઠબંધન કર્યું છે અને તે ગઠબંધનનું નામ છે INDIA. રાષ્ટ્રીય લેવલ પર પાર્ટી એકબીજા સાથે આવી છે ત્યારે રાજ્યસ્તરે પણ પાર્ટી ગઠબંધન કરશે તેવી આશાઓ લોકોને હતી. ત્યારે ગઈકાલે ઈસુદાન ગઢવીએ ચૂંટણીને લઈ મહત્વની જાહેરાત કરી હતી. જે મુજબ આપ અને કોંગ્રેસ ભેગા થઈ ચૂંટણી લડશે. પરંતુ આ અંગે કોંગ્રેસ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી ન હતી. ત્યારે આજે મનીષ દોષીએ ગઠબંધનથી હાથ ખંખેરી દીધા છે. મનીષ દોષીએ કહ્યું કે આવા નિર્ણયો રાષ્ટ્રીય સ્તરે લેતા હોય છે. આવી વાતોથી લોકોએ દૂર રહેવું જોઈએ. આ જો અને તોની રણનીતિ છે.     

ઈસુદાન ગઢવી તેમજ આપને કોંગ્રેસના પ્રવક્તાએ આપી આ સલાહ  

વધુમાં કોંગ્રેસના પ્રવક્તા એ કહ્યું કે ટિકિટ વહેંચી કે ગઠબંધનની વાત હોય, આ નિર્ણયની સત્તા પ્રદેશ કક્ષાએ કોઇની નથી. ગઠબંધનની જાહેરાત મીડિયાથી જાણવા મળી છે. ગઠબંધનની જાહેરાત રાષ્ટ્રીય નેતૃત્વ કરે છે. પ્રવક્તા મનીષ દોષીએ લોકોને સાવચેત કર્યા છે. કોંગ્રેસે ગુજરાતની જનતાને અપીલ પણ કરી છે. કસમયના આવા નિવેદનોથી દૂર રહેવા જણાવ્યું છે. આપના નેતા અને ઈસુદાન ગઢવીએ આવા નિવેદનોથી બચવું જોઈએ. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?