શનિવારે રાજકોટમાં બની ઘટનામાં 27 જેટલી જિંદગીઓ હોમાઈ ગઈ.. મૃતકના પરિવાર શોકમાં ડૂબેલો છે.. અનેક પરિવારોએ પોતાના જવાન દીકરાને ગુમાવ્યા છે.. આવી દુર્ઘટનાઓ ગુજરાતમાં પહેલી વખત બની તેવું નથી, આની પહેલા પણ અનેક દુર્ઘટનાઓ ગુજરાતમાં બની છે. તપાસ થાય છે, પણ કેવી તે આપણે જાણીએ છીએ.. ઘટના બાદ સવાલ થાય કે કાર્યવાહીના નામ પર નાની માછલીઓ વિરૂદ્ધ એક્શન લેવામાં આવે છે પરંતુ મોટા મગરમચ્છ છુટીને જતા રહે છે. તેમના વિરૂદ્ધ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી.
ગુજરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી આ માગ
આ વખતે પણ રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના માલિકોને પકડવામાં આવ્યા તેમાંથી એક માલિક જેનું નામ ધવલ ઠક્કર છે એ તો ટાયર પંચરની દુકાન ચલાવે છે હવે આ ધવલ પાછળ કોણ છે એ સવાલ ગુજરાત કોંગ્રેસ કરી રહી છે.... ગઈકાલે કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે એક પત્રકાર પરિસદ યોજી જેમાં થોડા વર્ષો પહેલા અમદાવાદમાં ટાયર પંચરની દુકાન ચલાવતો ધવલ ઠક્કર અચાનક ટીઆરપી ગેમ ઝોનનો માલિક કઈ રીતે બન્યોએ સવાલ ઉઠાવ્યો. ધવલ ઠક્કર આ કેસમાં માત્ર મહોરું છે, તેની પાછળના મુખ્ય માથાં કોણ છે તેની તપાસ થવી જોઇએ.
થોડા વર્ષો પહેલા રાજકોટ ગયો હતો ધવલ!
રાજકોટ ટીઆરપી અગ્નિકાંડમાં સરકાર ફાસ્ટટ્રેક કોર્ટ બનાવીને કેસ તાત્કાલિક ચલાવે તેવી માગ કોંગ્રેસે કરી છે હેમાંગ રાવલે કહ્યું કે અમદાવાદમાં સીટીએમ પાસે સાઇકલ રિપેરીંગ અને પંક્ચરની દુકાન ચલાવતા ધવલ ઠક્કર . થોડા વર્ષોથી તે રાજકોટ રહેવા ગયો હતો અને આ વ્યકિત ભાડાના મકાનમાં રહે છે. રાજકોટમાં સલૂન-સ્પામાં નોકરી કર્યા પછી ટીઆરપી ગેમઝોનમાં માસિક રૂ. 14 હજારના પગારે નોકરી કરતો હતો, પણ મૂળ માલિકે એગ્રિમેન્ટ સાઇન કરાવી હતી અને મોટાભાગનું કામ ધવલના નામે ચલાવવામાં આવતું હતું. તે ઉપરાંત સાંસદ રામ મોકરિયા દ્વારા કરવામાં આવેલી વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.